Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પલસાણામાં મેળાની ધમધમાટ, વેપારીઓમાં અનેરો ઉત્સાહ

પલસાણામાં મેળાની ધમધમાટ, વેપારીઓમાં અનેરો ઉત્સાહ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૦ ઃ પારડી તાલુકાના પલસાણા ગામમાં આવેલ પવિત્ર રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ૧૫મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી થનાર છે આ ઉજવણી દરમિયાન ઐતિહાસિક મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં લોકો મેળામાં આવતા હોય છે તાજેતરમાં મેળા માં ચગડોળ વાળા અને મીઠાઈ વાળા વેપારીઓનું આગમન થયું છે સતત વેપારીઓ મેળામાં આવી રહ્ના છે હાલમાં ચગડોળ વાળા અને અન્ય વેપારીઓ મોટી સંખ્યામાં આવી ગયા છે. મેળામાં વેપારીઓના આગમનથી મેળો ધમધમી રહ્ના છે હમણાંથી જ લોકો ધીમે ધીમે મેળામાં આવતા થયા છે. મંદિરમાં દર્શન કરતા થયા છે બે ત્રણ દિવસની અંદર જ સંપૂર્ણ વેપારીઓ મેળામાં આવી જશે અને મેળા નો રંગ જામશે મહાશિવરાત્રી પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવશે મેળાના ઉત્સાહ અને આનંદ હમણાંથી જ જાહેર જનતામાં લાગી રહ્ના છે. મંદિરના ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈ સહિત ગ્રામ પંચાયતના સરપંચ રાધિકાબેન તમામ લોકો મેળાને સફળ બનાવવા માટે સખત મહેનત કરી રહ્ના છે.