Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ સિવિલમાં સારવાર હેઠળ ઈસમનું મોત ઃ વાલી વારસોને સંપર્ક કરવા અપીલ

વલસાડ સિવિલમાં સારવાર હેઠળ ઈસમનું મોત ઃ વાલી વારસોને સંપર્ક કરવા અપીલ


વલસાડ, તા. ૦૯ ઃ વલસાડના પાવર હાઉસ ખાતે આવેલી કેરી માર્કેટ પાસે રહેતા ૪૫ વર્ષીય હિતેન ઠાકોરભાઈ પટેલને અચાનક ખેંચ આવી જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તા. ૦૩/૦૨/૨૦૨૬ના રોજ રાત્રિના ૨૧-૦૦ કલાકે મરણ પામ્યો હતો. મૃતક પાસેથી વાલી વારસના કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. હિતેન પટેલ છેલ્લા ઍક અઠવાડીયાથી સિવિલમાં સારવાર હેઠળ હતો. મૃતકના શરીરે ભુરા કલરની ટી-શર્ટ અને કાળા કલરનું ફૂલ બાયનું સ્વેટર અને બ્લ્યુ કલરનો જિન્સ પેન્ટ પહેર્યો હતો. જે શરીરે ઘઉવર્ણ, મધ્યમ બાંધો, પાંચ ફૂટ પાંચ ઈંચ ઉંચાઈ અને લંબગોળ ચહેરો ધરાવે છે. જેના જમણા હાથમાં ઈંગ્લિશમાં વંદના નામનું છુંદણુ કરાવેલુ છે. પોલીસ તપસા કરતા આ મૃતકના વાલી વારસો મળી આવ્યા ન હતા. જે કોઈને આ મૃતકના વાલી વારસોની ભાળ મળે તો વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.