Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

દમણમાં વંદે માતરમ કોસ્ટલ સાયકલોથન ટીમનું સ્વાગત કરાયું

દમણમાં વંદે માતરમ કોસ્ટલ સાયકલોથન ટીમનું સ્વાગત કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા.૦૯ ઃ કેન્દ્રશાસિત -દેશ દમણમાં આજે વંદે માતરમ કોસ્ટલ સાયકલોથનનું ભવ્ય અને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું. દેશભક્તિ અને શારીરિક સ્વસ્થતાનો સંદેશ આપતી આ સાયકલ રેલી આજે મોટી દમણ ખાતે પહોંચી હતી.

મોટી દમણ લાઇટ હાઉસ ખાતે ડેપ્યુટી કલેક્ટર આરતી અગ્રવાલ દ્વારા સાયકલોથનમાં ભાગ લેનાર સીઆઈઍસઍફના જવાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સુરતથી અંદાજે ૧૪૫ કિલોમીટરનું અંતર કાપીને સીઆઈઍસઍફની ટીમ દમણ પહોંચી હતી. જ્યાં સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિકોઍ ઉત્સાહપૂર્વક તેમને વધાવ્યા હતાં.

વેસ્ટર્ન ઝોનની આ વિશેષ કોસ્ટલ સાયકલ રેલી રાષ્ટ્રીય ઍકતા, સુરક્ષા અને તંદુરસ્ત જીવનશૈલી અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંદેશ આપે છે. દમણમાં વિરામ બાદ, સાયકલોથન આવતીકાલે મહારાષ્ટ્ર તરફ રવાના થશે. ઉલ્લેખનીય છે કે આ વંદે માતરમ કોસ્ટલ સાયકલોથનનો અંત ૨૨ ફેબ્રુઆરીઍ કેરળમાં થશે. સમગ્ર યાત્રા દરમિયાન વિવિધ રાજ્યો અને શહેરોમાં લોકોનો ઉત્સાહ અને સહયોગ જોવા મળી રહ્ના છે, જે દેશ-ેમ અને ઍકતાનું સુંદર ઉદાહરણ રજૂ કરે છે.