Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પાલીધુયાની વાડીમાંથી દારૂ ભરેલ કાર ઝડપાઈ

પાલીધુયાની વાડીમાંથી દારૂ ભરેલ કાર ઝડપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૦૯ ઃ દમણથી ક્રેટા કારમાં ગેરકાયદે ચોરી છુપીથી લઈ જવા તો બે પોઇન્ટ ૮૪ લાખનો દારૂના જથ્થા સાથે પાલી દુનિયા મોહન ગામ ભંડારવાડ ખાતેની ઍક આંબાવાડીમાંથી ઝડપી પાડી પરંતુ ચાલક અને બુટલેગર ફરાર થઈ ગયા હતાં. 

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલે વલસાડ જિલ્લા ઍલસીબી પોલીસની ટીમ ઉમરગામ પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્ના હતાં. તે દરમિયાન ઇન્ચાર્જ પી.આઈ.ઍ યુ રોઝની ટીમને મળેલ બાતમીના આધારે ઉંમરગામ તાલુકાના પાલી ધૂયા મોહન ગામ ભંડારવાડ ખાતે આવેલ પંકજભાઈની ક્વોરીની બાજુમાંની વાડીમાં ઍક સફેદ કલરની ક્રેટા કારમાં ગેરકાયદે દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. આથી બાતમીવાળા સ્થળે પોલીસે રેડ કરતા વાડીમાં રહેલી ક્રેટા કાર નં. ડીડી ૦૩ કે ૨૫૭૭માં તપાસ કરતા ૩૫ બોક્સમાં રહેલ ૧૬૮૦ દારૂ બિયર ની બોટલ જેની કિંમત રૂપિયા ૨,૮૪,૪૦૦ તથા કારની કિંમત ત્રણ લાખ અને કારમાં રહેલી ડુપ્લીકેટ બે નંબર પ્લેટ મળી ખુલ્લે ૫ લાખ ૮૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી ભીલાડ પોલીસ મથકમાં ક્રેટા કાર ન. ડીડી ૦૩ કે ૨૫ ૭૭ ના ચાલકની સામે ગુનો નોંધી આ દારૂનો જથ્થો ભરાવનાર તથા મોકલનાર પ્રિયાંક ઉઠે ગોપી મુકેશ પટેલ રહે નાની તંબાડી વાપીનાને વોન્ટેડ જાહેર કર્યો છે.