Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ચીખલી પંથકમાં ખેર અને સાગના ઝાડો કાપવા મંજુરી નહી આપતાં રોષ

ચીખલી પંથકમાં ખેર અને સાગના ઝાડો કાપવા મંજુરી નહી આપતાં રોષ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા.૯ ઃ ચીખલી તાલુકામાં વન વિભાગ દ્વારા ખેડૂતોના ઝાડો કાપવા માટેની પરમિશન માટે કામ ન થતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્ના છે ખેડૂતો જરૂરી કાગળો સાથે તુમાર બનાવે છતાં પણ અધિકારીઓ યેનકેન પ્રકારે તુંમારને અવગણી વાંધા વચકા કાઢી કામને ટલ્લે ચડાવી રહ્ના છે.

ચીખલી તાલુકા વન વિભાગમાં ખેર અને સાગી લાકડા કાપવા માટે ખેડૂતો કચેરીમાંથી પરમિશન મેળવતા હોય છે અને જરૂરી કાગળો કરી પરમિશન મેળવી ઝાડો કાપવામાં આવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ખેર અને સાગી લાકડાનો જથ્થો મળી આવતા વન વિભાગમાં સન્નાટો વ્યાપી ગયો હતો અને કેટલાક ફોરેસ્ટરોને તથા કર્મચારીને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા ત્યારે ચીખલી તાલુકામાં છેલ્લા ચાર મહિનામાં ઍક પણ તુમારની કામગીરી ન થતા ખેડૂતો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે વલસાડ ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ ચીખલી, વાંસદા, વલસાડ અને ધરમપુર જેવા વિસ્તારો આવતા હોય જેમાં ફક્ત ચીખલીના જ  તુમારો બાકી રહી જતા હોય છે જે ખેડૂતો સાગ અને ખેર કાપવા માટે પરમિશન માંગી છે પરંતુ વાંધા વચકા કાઢી કામગીરી દિલે કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં લાકડાના ૨૦૦થી વધુ જેટલા વેપારીઓ આવેલા છે અને જેની પાસે ૧૦,૦૦૦થી વધુ જેટલા આદિવાસી મજૂરો કામ કરી રહ્ના છે ત્યારે ઝાડ કાપવાની પરમિશન ન મળતા મજૂરો પણ રોજેરોટી વગરના થઈ ગયા છે ખેડૂતો જરૂરી કાગળો લઈને જાય છતાં પણ કોઈને કોઈ બહાને વાંધા વચકા કાઢવામાં આવી રહ્ના છે. ખેડૂત ખાતેદારને આશ્વાસન આપવામાં આવે છે પણ કામ થતા નથી. રાજકીય ભલામણો થાય તો અધિકારીઓ જણાવે છે કે કામ પ્રોસેસમાં છે અને થોડા સમયમાં થઈ જશે ઍમ કહી વાતને ટલ્લે ચડાવી રહ્ના છે. નજીકના દિવસોમાં હોળીનો તહેવાર હોય અને મજૂરો કામ સુધી રહ્ના છે. પરંતુ કામ ન મળતા પૈસા પણ મળી શકતા નથી. ત્યારે વહેલી તકે વલસાડ ઉત્તર વન વિભાગના અધિકારી દ્વારા ખેડૂતોઍ ઝાડો કાપવાની માંગેલ પરમિશન તાત્કાલિક ધોરણે આપવામાં આવે તે જરૂરી બન્યું છે જો કામગીરીમાં ઢીલાસ રાખવામાં આવશે તો આગામી દિવસોમાં ખેડૂતો અને વેપારીઓ ભેગા મળી ઉચ્ચ કક્ષાઍ રજૂઆતો કરવા માટેની તૈયારી પણ કરી રહ્ના છે.