Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

કાંગવીના ખેડૂતોને સરકારી શિરપડતર જમીન કાયમી આપવા માંગ

કાંગવીના ખેડૂતોને સરકારી શિરપડતર જમીન કાયમી આપવા માંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૦૯ ઃ ધરમપુર તાલુકાના કાંગવી ગામના ગ્રામજનોઍ મામલતદાર કચેરીઍ આવેદનપત્ર આપી સરકારી શિરપડતર જમીન કાયમી ધોરણે ખેડૂતોના નામે ફાળવવાની માંગ કરી છે.

અરજદાર ગણપતભાઈ માંદાભાઈ ચૌધરી તેમજ પૂર્વ સાંસદ કિશનભાઇ પટેલ સહિત ગામના અન્ય રહેવાસીઓના જણાવ્યા મુજબ, કાંગવી ગામના આશરે ૩૦૦ જેટલા ખેડૂતો છેલ્લા લગભગ ૫૦ વર્ષથી આ જમીન પર કબ્જો ભોગવી ખેતી કરતા આવ્યા છે. તેમનું કહેવું છે કે છેલ્લા ૧૫–૨૦ વર્ષથી આ જમીન પરથી મહેસૂલ પણ લેવામાં આવતું નથી, તેથી જે ખેડૂત જે જમીન પર વાસ્તવિક કબ્જો ધરાવે છે તેને સરકારના નિયમો અનુસાર કાયમી હક આપવામાં આવે ઍવી માંગ કરી હતી. 

ગ્રામજનોઍ પોતાની રજૂઆતમાં કેટલાક સ્થાનિક તત્ત્વો ગામના હિતના પ્રશ્નોમાં વિક્ષેપ પેદા કરતાં હોવાના આક્ષેપો પણ કર્યા છે. ખાસ કરીને ગામના જયંતીભાઈ ખંડુભાઈ પટેલ  વિરુદ્ધ તેઓઍ આક્ષેપ કર્યો છે કે સરકારી સ્તરે રજૂઆતો કરી જમીન ખાલી કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્ના છે, જેના કારણે ગામલોકોમાં અસંતોષ ફેલાયો છે.

અરજદારોનું કહેવું છે કે આ મુદ્દો માત્ર કાંગવી ગામ પૂરતો સીમિત નથી, પરંતુ ધરમપુર અને વલસાડ જિલ્લાના અનેક ખેડૂતોના હિત સાથે જોડાયેલો છે. તેથી તંત્રઍ વ્યક્તિગત મુદ્દાઓને બાજુઍ રાખી સમગ્ર ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવી જોઈઍ તેવી માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં ગ્રામજનોઍ  તેમની માંગ પર યોગ્ય ધ્યાન નહીં આપવામાં આવે તો ગામસ્તરે ઉગ્ર વિરોધ કરવા બાબતે  ચીમકી ઉચ્ચારી છે.