પારનેરા પારડી વાંકી નદી બ્રિજ પર યુવાનની લાશ મળી
- byDamanganga Times
- 10 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ વલસાડના પારનેરા પારડી હાઇવે પર શ્રીચંદ્રમૌલિશ્વર મંદિર નજીક આવેલા વાંકીનદીના બ્રિજના ગર્ડરના નીચેના ભાગે પડતાં ખાંચામાં ઍક યુવકની લાશ જોવા મળતા વલસાડ રૂરલ પોલીસ મથકમાં સ્થાનિક યુવક કિરણ પટેલ અને પ્રતિક પટેલે જાણ કરતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. યુવકના મૃતદેહને બહાર કાઢવો મુશ્કેલ બનતો હોય જેથી પોલીસે જે.સી.બી.ની મદદથી લાશને નીચે ઉતારવામાં આવી હતી.
મરણ જનાર યુવકનું નામ વિરેન પટેલ હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેનો પ્રાથમિક અહેવાલ મુજબ કુદરતી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો બાદ પોલીસને મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.
