Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીમાં ક્ષત્રિય સમાજ દ્વારા સ્વ. નિર્મળસિંહ જાડેજા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

વાપીમાં ક્ષત્રિય સમાજ દ્વારા સ્વ. નિર્મળસિંહ જાડેજા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૯ ઃ વાપી, વલસાડ, પારડી, દમણ તથા સેલવાસમાં વસતા કચ્છ કાઠિયાવાડ ક્ષત્રિય સમાજ માટે વાર્ષિક ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત દ્વારા સમાજમાં ઍકતા અને ભાઈચારો વધે તેવા ઉમદા હેતુથી યોજાયેલા સ્વ. નિર્મળસિંહજી મમુભા જાડેજા ક્રિકેટ ટુર્નામેન્ટ કાર્યક્રમ અમરદિપસિંહ જાડેજા (પ્રણવરાજ પેપર મિલ)ના સૌજન્યથી આ આયોજન થયું હતું.

દીપ પ્રાગટ્યથી શરુ થયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લાના નાયબ કલેક્ટર મહિપાલસિંહજી ચુડાસમા, જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહજી જાડેજા તથા ડી.ઍફ.ઓ.  ભગીરથસિંહજી રાણા, સમાજના અગ્રણી હિમ્મતસિંહજી જાડેજાઍ વિશેષ હાજરી આપી હતી અને પ્રેરક ઉદ્દબોધનો કર્યા હતાં. આ ટુર્નામેન્ટ દરમિયાન સામાજિક સેવામા મહત્વનું યોગદાન આપવા બદલ મહાવીરસિંહ વિજયસિંહ ગોહિલ  કરેડા ગામ (ભાવનગર જિલ્લો)નું  સન્માન કરવામાં આવ્યું હતું.

ફાઈનલ મેચના અંતે વિજેતા ક્સીઝ ઇલેવનના ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પુરસ્કાર ઍનાયત કરવામાં આવ્યા હતાં. ટુર્નામેન્ટના અંતે કાર્યક્રમના પ્રાયોજક અમરદિપસિંહ જાડેજા (પ્રણવરાજ પેપર મિલ ), સમાજના પ્રમુખ જયરાજસિંહજી ઝાલા તથા સમાજના ઉત્સાહી કાર્યકરોઍ તમામ મહેમાનો, સ્વયંસેવકો અને પ્રેક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.