Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ખેરલાવમાં રસ્તા અને ચેક ડેમ કમ ક્રોસ-વેનું ખાતમુર્હત કરાયું

ખેરલાવમાં રસ્તા અને ચેક ડેમ કમ ક્રોસ-વેનું ખાતમુર્હત કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૦૯ ઃ ખેરલાવ ગામના સામર ફળિયામાં રહેતા અંદાજે ૮થી ૧૦ પરિવારો માટે અવરજવર વર્ષોથી ગંભીર સમસ્યા બની રહી હતી. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન મળતા ગામજનો મુશ્કેલીઓનો સામનો કરતા હતા. ત્યારે ગામના યુવા અને દ્રષ્ટિવંત સરપંચ મયંક પટેલે આ સમસ્યાને પ્રાથમિકતા આપી સતત અનુસંધાન અને વહીવટી તંત્ર સાથે સક્રિય સમન્વય સાધી અંતે વિકાસનો માર્ગ મોકળો કર્યો છે. સરપંચ મયંક પટેલના દ્રઢ નેતૃત્વ્ય અને અથાગ પ્રયત્નોના પરિણામે વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ ની કલમ ૩(૨) હેઠળ અહીં ગ્રામ્ય રસ્તાનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવી રહ્નાં છે. 

આ રસ્તા પર આવેલ કોતર ઉપર ‘ચેક ડેમ કમ ક્રોસ વે’ના ખાતમુહૂર્તનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.

આ પ્રોજેક્ટ માત્ર રસ્તો નહીં, પરંતુ અંત્યોદયના સિદ્ધાંતને સાકાર કરતું પગલું માનવામાં આવી રહ્નાં છે. જ્યાં વિકાસ ગામના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે. કામ પૂર્ણ થયા બાદ સ્થાનિક પરિવારોને વર્ષભર સુરક્ષિત અને સરળ અવરજવર મળશે, જ્યારે ચેક ડેમના કારણે પાણી સંચય વધશે અને વિસ્તારને લાંબા ગાળે લાભ થશે.

ખેરલાવ ગામમાં ઝડપી ગતિઍ થઈ રહેલા વિકાસકાર્યો સરપંચ મયંક પટેલની કાર્યશૈલી, પ્રતિબદ્ધતા અને લોકહિત માટેના વિઝનને પ્રતિબિંબિત કરે છે. ગામજનોમાં પણ આ પહેલને લઈને આનંદ અને વિશ્વાસનો માહોલ જોવા મળી રહ્ના છે.