ધરમપુર શ્રીમદ્દરાજચંદ્ર ગુરુકુલમાં પાંચ દિવસીય સ્ટેમ અંગે વર્કશોપ યોજાયો
- byDamanganga Times
- 10 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૯ ઃ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુકુલમાં ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસીય લ્વ્ચ્પ્ (લ્ણૂજ્ઞ્ફૂઁણૂફૂ, વ્ફૂણૂત્ર્ઁંશ્રંક્કિં, ચ્ઁજ્ઞિં્ઁફૂફૂશ્વજ્ઞ્િઁં, ર્પ્ીદ્દર્ત્ર્ફૂીદ્દજ્ઞ્ણૂસ્ન્) વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતું. આ વર્કશોપ ગુરુદેવશ્રી રાકેશજીની સર્વાંગી શિક્ષણની દૂરદર્શી વિચારધારાથી પ્રેરિત હતો. વર્કશોપમાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ જેવી વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા નિષ્ણાંતોઍ માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓને લ્વ્ચ્પ્ વિષયોની પ્રાયોગિક સમજ આપી વાસ્તવિક જીવનમાં તેનો ઉપયોગ સમજાવ્યો હતો. લ્ત્ર્શ્વજ્ઞ્ૃર્ીફુ ર્ય્ીસ્ત્ર્ણૂર્ત્ર્ીઁફુર્શ્વી ન્ંરુફૂ ર્ીઁફુ ર્ઘ્ીશ્વફૂ (લ્ય્ન્ઘ્)ની અનુવાદક ટીમે ભાષાકીય સહાય આપી જેથી દરેક વિદ્યાર્થી સરળતાથી શીખી શકે. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓઍ રૉકેટ, સ્પીકર અને બ્રિજ જેવા મોડેલ્સ બનાવી પ્રયોગ આધારિત અભ્યાસનો જીવંત અનુભવ કર્યો હતો. સમાપન સમારોહ મલ્ટી-યુટિલિટી હોલમાં યોજાતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને લ્વ્ચ્પ્ ટીમ ઉપસ્થિત રહ્ના હતાં. વિદ્યાર્થી જયદીપ બામને પોતાના અનુભવમાં જણાવ્યું કે આ વર્કશોપ દ્વારા તેમના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, પ્રશ્ન પૂછવાની ક્ષમતા અને આત્મવિશ્વાસમાં વધારો થયો. સપના ઍજ્યુકેશનની સહ-સ્થાપક રીમ શાહે વિદ્યાર્થીઓના ઝડપી વિકાસને વખાણ્યો અને આવી ભાગીદારી ભવિષ્યમાં ચાલુ રાખવાની આશા વ્યક્ત કરી હતી.
આ વર્કશોપ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુકુલની તે પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પણ વૈશ્વિક સ્તરના શિક્ષણના અવસર મળવા જોઈઍ.
