Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ડુંગરાની શ્રીમતિ ઝેડ. ઍસ. સાર્વજનિક હાઈ.માં પરીક્ષાલક્ષી માર્ગદર્શન અપાયું

ડુંગરાની શ્રીમતિ ઝેડ. ઍસ. સાર્વજનિક હાઈ.માં પરીક્ષાલક્ષી માર્ગદર્શન અપાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૯ ઃ શ્રીમતી ઝેડ. ઍસ. સાર્વજનિક હાઈસ્કૂલ- ડુંગરામાં  ગુજરાત બોર્ડની  ધોરણ ૧૦ -૧૨ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનો પરીક્ષાલક્ષી માર્ગદર્શનૅનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગુજરાત સરકાર દ્વારા સને ૨૦૧૦માં શ્રેષ્ઠ શિક્ષકનો ઍવોર્ડ પ્રા કરનાર, શિક્ષણ પ્રેમી  અશરફભાઈ ચુડાસમાઍ પરીક્ષાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહ્ના હતાં. શાળાના યુવા ઉત્સાહી આચાર્ય અનિલભાઈ પટેલે શાળા પરિવાર વતી અશરફ ચુડાસમાને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. મદદનીશ શિક્ષક મનીષ પટેલે અશરફભાઈનો પરિચય કરાવ્યો હતો. તેમની શૈક્ષણિક સફરથી સૌને માહિતગાર કર્યા હતાં. અશરફભાઈઍ જણાવ્યું હતું કે, પરીક્ષાનો હાઉ કાયમ માટે ભગાવીદો., કોઈપણ પરીક્ષા ઍ જિંદગીની આખરી પરીક્ષા નથી. નેગેટિવ વિચારોને મસ્તિષ્કમાંથી હંમેશ માટે દૂર કરી, મને બધું આવડે છે ઍવા આત્મવિશ્વાસ સાથે બોર્ડની પરીક્ષા આપવા માટે પરીક્ષાઓને  આહવાન કર્યું હતું અને કોઈપણ જાતના ડર રાખ્યા વિના દ્રઢ મનોબળ સાથે પરીક્ષા પરીક્ષા આપવા  જણાવ્યું હતું. પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવાં ખાસ અગત્યના સોનેરી સૂચનોનો અમલ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.  દ્રઢ મનોબળ સાથ સાથે સારા માર્કસ મેળવીને ઉત્તીર્ણ થાઓ અને આ શાળાનો નામ રોશન કરો ઍવી આશા વ્યક્ત કરી હતી. બોર્ડની પરીક્ષા આપનાર શાળાના વિદ્યાર્થી મિત્રોઍ પણ સો ટકા રિઝલ્ટ લાવીને અમે આ શાળાનું નામ અવશ્ય રોશન કરીશું ઍવી અશરફભાઈને આત્મવિશ્વાસ સાથે ખાત્રી આપી હતી. અનિલ પટેલે અતિ ઉપયોગી  પરીક્ષાલક્ષી માર્ગદર્શન પરીક્ષાર્થી ઓને  આપવા બદલ શાળા પરિવાર વતી અશરફસરનો આભાર વ્યક્ત કર્યો હતો.