પારડીમાં માનવ આરોગ્ય સેવા કેન્દ્રના મેગા મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન
- byDamanganga Times
- 10 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૯ ઃ માનવ આરોગ્ય સેવા કેન્દ્ર પારડી દ્વારા પારડી હોસ્પિટલ અને ડોક્ટર હાઉસના સહયોગથી આજરોજ ઓપરેશન વિના મૂલ્યનો મેગા મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન પારડી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. આજે તારીખ ૯મી ફેબ્રુઆરીઍ શરૂ થયેલ કેમ્પ તારીખ ૨૮મી ફેબ્રુઆરીઍ પૂર્ણ થશે. આ દરમિયાન દરેક પ્રકારના રોગોથી પીડિત દર્દીઓના રોગની તપાસ બાદ મફત ઓપરેશન કરવામાં આવશે અહીં પારડીહોસ્પિટલમાં આજે વહેલી સવારના માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ સાકરીયા માજી ચેરમેન ડો. ઍમ. ઍમ. કુરેશી, સેક્રેટરી દિનેશભાઈ શાહ, ટ્રસ્ટી ડો. ઉત્તમભાઈ પ્રજાપતિ, ચેતનભાઇ ચાપાનેરી, કલ્પેશભાઈ પરમાર, આશિષભાઈ શાહ, અનિરુદ્ધભાઈ પંચાલ, અશોકભાઈ ક્રિષ્નાની, ડો. લતેશભાઈ પટેલ સાથે માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ડોક્ટર સ્ટાફ પારડી હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ વલસાડના આગ્રાની અશોકભાઈ સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત દર્દીઓ ભેગા થયા હતાં અને મેગા મેડિકલ કેમ્પની શરૂઆત માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ સાકરીયાઍ દરેકનું સ્વાગત કરીને કરી હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા હતાં. ડો. ઍમ. ઍમ. કુરેશીના જણાવ્યા મુજબ આ ૨૦મો મેગા મેડિકલ કેમ્પ છે. હાલ સુધી ૨૦૦૦ જેટલા ઓપરેશનો મફતમાં કરવામાં આવ્યા છે. ઘણી બધી સરકારી હોસ્પિટલ હોવા છતાં કપરાડા અને ધરમપુરના ઊંડાણના ગામડાઓમાં રહેતા દર્દીઓ પારડી હોસ્પિટલ ઉપર વિશ્વાસ રાખે છે અને મેગા મેડિકલ કેમ્પમાં ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ઈલાજ કરાવવા માટે આવતા હોય છે. વિશાળ સંખ્યામાં હાજર દર્દીઓ વચ્ચે પારડીના સિનિયર ડો. કુરેશાબેન કુરેશીના હસ્તે રીબીન કાપી મેગા મેડિકલ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. આ કેમ્પ સતત ૨૮ તારીખ સુધી ચાલશે. આ દરમ્યાન દર્દીઓને જરૂરી તમામ તપાસ મફતમાં કરવામાં આવશે. ઓપરેશન પણ મફતમાં કરવામાં આવશે ગંભીર બીમારીઓનો ઈલાજ કરી દર્દીઓને નવું જીવનદાન આપવામાં આવશે.
