વાપી-શામળાજી અને પારડી-નાશિક હાઈવે અંગે ‘આપ’ની રજુઆત
- byDamanganga Times
- 10 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ વલસાડ જિલ્લા આપ પાર્ટીના પ્રમુખ જીતુભાઈ દેસાઈ, લોકસભા પ્રભારી ડો. રાજીવ પાંડે, ધરમપુરના માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, સહ સંગઠન મંત્રી ગુજરાત- કમલેશભાઈ પટેલ તથા કાર્યકર્તાઓઍ નેશનલ હાઈવે ૮૪૮ તથા નેશનલ હાઇવે ૫૬ ના રસ્તા લાંબા સમયથી બિસ્માર હોવાની રાવ વહીવટી તંત્રના તમામ સ્થળોઍ અને જનપ્રતિનિધિઅોને વારંવારની રજુઆતો છતાં કોઈ પરિણામ ન મળતાં આ માર્ગો તાત્કાલિક સુધારવાની માંગ સાથે ફરીથી રજુઆત કરી છે અને જા ઍ નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપાઈ છે.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના જણાવ્યા મુજબ આ રસ્તા બિસ્માર હોવાથી અનેક કામદારો, વિદ્યાર્થીઅો, સરકારી કર્મચારીઅો અને રોજીંદા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
તેમણે આ સાથે વાંસદા- ધરમપુર , કપરાડા રોડ પર ત્રણ પુલો જર્જરીત હાલતમાં હોવાથી ભારે વાહનોને બંધ કરવામાં આવ્યા છે. જે પુલોને પણ સત્વરે વર્કિંગ કન્ડીશનમાં લાવવા માટે માંગ કરી છે.
વિશેષમાં નેશનલ હાઇવે નંબર ૮૪૮ પારડી થઈને નાસિક સુધીનો રસ્તો જેમ નાનાપોંઢા, જોગવેલ, માંડવા, કુંભઘાટ કપરાડા, થઈને સુથારપાડા- નાસિક બોર્ડર સુધીનો રસ્તો તથા નેશનલ હાઇવે પ૬ વાંસદા થઈને ધરમપુર નાનાપોંઢા, કાકરકોપર, વાપી સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે તેને તાત્કાલિક ડામર રસ્તો બનાવવા અરજીમાં માંગ કરાઈ છે.
