Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ પંથકમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીની તડામાર તૈયારીઅો શરુ

વલસાડ પંથકમાં  મહાશિવરાત્રી પર્વની  ઉજવણીની તડામાર તૈયારીઅો શરુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૯ ઃ મહાશિવરાત્રી પર્વને ઍક અઠવાડિયું બાકી રહ્નાં છે. ત્યારે    વલસાડ પંથકમાં આવેલા શિવ મંદિરોમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવા માટે તડામારા તૈયારી ચાલી રહી છે. આગામી ૧૫ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્ના છે. મહાશિવરાત્રી ઍટલે ભગવાન ભોળાનાથને ભજવાનો મહત્વનો દિવસ ગણાય છે. જેથી ભક્તો આ દિવસે તેમની મંદિરમાં જઈ અચૂક પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે વલસાડના ઐતિહાસિક  ઍવા અબ્રામામાં આવેલા તાડકેશ્વર મહાદેવ, પારનેરા પારડી શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર, મોગરાવાડી કોટેશ્વર મહાદેવ, વલસાડ શાકભાજી માર્કેટ સિધ્ધનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, ઘડો ઍમાં આવેલ ગુેશ્વર મહાદેવ મંદિર  અને અન્ય સ્થાનિક મંદિરોમાં ભક્તો દ્વારા કે પૂજારી દ્વારા મંદિરને રંગબેરંગી લાઇટિંગ ફૂલ હારથી શણગારવામાં આવે છે. તો વલસાડના ઘડોઇ ગામે મેળો ભરાતો હોય છે. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ગળોઈ ગામેથી વહેતી નદી કિનારે મૃતકની આત્માને શાંતિ માટે પરિવારજનો દ્વારા તર્પણ વિધિ પણ બ્રાહ્મણો પાસે કરાવતા હોય છે. શિવરાત્રી નિમિત્તે ભક્તો દ્વારા મહાદેવને બિલ્વપત્ર, દૂધ, ધતુરો,  અને જળાભિષેક કરીને આશીર્વાદ મેળવતા હોય છે. મહાશિવરાત્રી નિમિત્તે મંદિરોમાં વિશેષ પૂજા, લઘુરુદ્ર અને આરતીનું આયોજન કરવામાં આવે છે. તો કેટલાક મંદિરોમાં ઘીના કમળ પણ બનાવવામાં આવે છે.