Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

જુજવામાં ખેલાડીનું વિજય સરઘસ સાથે સ્વાગત કરાયું

જુજવામાં ખેલાડીનું વિજય સરઘસ સાથે સ્વાગત કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૯ ઃ અંડર-૧૯ વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર વલસાડના જુજુવા ગામનો ખેલાડી વતન આવતા તેમનું વલસાડના ધનપુર ચોકડી આવતા ગ્રામજનો અને તેમના ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડી    ફટાકડા ફોડી  ડીજેના તાલે વિજય સરઘસ નીકળી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંડર-૧૯ વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર સમગ્ર ગુજરાત રાજ્ય અને વલસાડ જિલ્લા માટે ગૌરવ અપાવનાર વલસાડના જુજવા  ગમના હેનીલ પટેલ પોતાના વતન વલસાડ આવતાં તેમના માતા પિતા ક્રિકેટ રસિકો ગ્રામજનો, ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડી    ધરમપુર ચોકડી આગળ ફટાકડા ફોડી ડીજેના તાલે વિજય સરઘસ નીકળી હેનીલ પટેલને હાર પહેરાવી પુષ્પો વર્ષા કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે અને દેશભક્તિના ગીતો સાથે નીકળેલા આ સરઘસમાં યુવાનો મન મૂકીને ઝૂમ્યા હતાં. ખુલ્લી જીપમાં સવાર હેનીલ પટેલે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સરઘસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં અને હેનીલને ભવિષ્ય માટે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતાં.

 સામાન્ય પરિવારમાંથી આવીને ક્રિકેટની દુનિયામાં કાઠું કાઢનાર હેનીલની આ સિદ્ધિથી સમગ્ર જૂજવા ગામમાં અને વલસાડ પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્ના છે.