વલસાડ બીડીસી અને જીસીઍ દ્વારા યુ-૧૯ અને ૧૯ નું સિલેકશન થશે
- byDamanganga Times
- 10 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ ગુજરાત ક્રિકેટ ઍસોસિઍશન દ્વારા અંડર ૧૪ ઇન્ટરસ્ટીક ટુર્નામેન્ટ માટે વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ઍસોસિઍશન વલસાડ અન્ડર-૧૬ ટીમનું સીલેક્શન ૧૧ મી ફેબ્રુઆરીના રોજ તેમજ અન્ડર ૧૯ તેમનું સિલેક્શન ૧૨ મી ફેબ્રુઆરીના રોજ વલસાડ બી.ડી.સી.ઍ. માં રાખવામાં આવ્યું છે. ગુજરાત ક્રિકેટ ઍસોસિઍશન દ્વારા યોજાનાર આગામી અન્ડર-૧૪ ઇન્ટર ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટ માટે બલસાર ડિસ્ટ્રીકટ ક્રિકેટ ઍસોસિઍશન, વલસાડ અન્ડર-૧૬ ટીમનું સીલેક્શન તારીખ ૧૧/૦૨/૨૦૨૬ ને બુધવારે તથા અન્ડર-૧૯ ટીમનું સીલેક્શન તારીખ ૧૨/૦૨/૨૦૨૬ ને ગુરુવારે સવારે ૮ઃ૦૦ કલાકે બીડીસીઍ ના સરદાર પટેલ સ્ટેડિયમ, વલસાડ ખાતે રાખવામાં આવેલ છે. ઉપરોક્ત સીલેક્શનમાં અન્ડર-૧૬ ટીમ માટે તારીખ ૧-૯-૨૦૧૦થી ૩૧-૦૮-૨૦૧૨ દરમ્યાન જન્મ તારીખ ધરાવતા અન્ડર-૧૯ ટીમ માટે તારીખ ૧-૯-૨૦૦૭થી ૩૧-૦૮-૨૦૧૦ દરમ્યાન જન્મતારીખ ધરાવતા ખેલાડીઓ જ ભાગ લઈ શકશે. ઉપરોક્ત સીલેક્શનમાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓઍ ઉપરોક્ત તારીખે ક્રિકેટ યુનીફોર્મ (સફેદ) માં ક્રિકેટ કીટ સાથે સરદાર પટેલ સ્ટેડિયમ, વલસાડ ખાતે સવારે ૮-૦૦ કલાકે હાજર રહેવા બીડીસીઍના મંત્રી જનકભાઈ દેસાઈ ઍક અખબાર યાદીમાં જણાવે છે.
