Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ચણવઈ ઍ.ઍમ.ઍસ. શાળાનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો

ચણવઈ ઍ.ઍમ.ઍસ. શાળાનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૯ ઃ વલસાડ તાલુકાના અતુલ નજીક ચણવઈ ગામે આવેલી ઍ.ઍમ.ઍસ. ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ દ્વારા શાળાનો ભવ્ય વાર્ષિક મહોત્સવ જેનો વિષય ઉડાન–૩ અદભૂત ભારત પર આધારિત હતો. આ વાર્ષિક મહોત્સવ  ઉત્સાહ સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓઍ ભાગ લઈ ભારતની વિવિધતા, સંસ્કૃતિ અને ઍકતાનું સુંદર રજુઆત કરી હતી.

વલસાડના નિવાસી અધિક કલેક્ટર મહિપાલ ચુડાસમા દ્વારા શાળાને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મુકેશભાઈ તિવારી, વાપી નોટિફાઈડ ઍરિયાના ભાજપના મહામંત્રી વિમલ ચૌહાણ, ડૉ. રિતેશ પરમાર, વાપી બ્રાહ્મણ સમાજના પૂર્વ પ્રમુખ ભદ્રેશભાઈ પંડ્યા સહિત વિવિધ શાળાના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલો ઉપસ્થિત રહયા હતાં. મહેમાનોનું સ્વાગત શાળા પ્રમુખ અશોક તિવારી તથા કેમ્પસ હેડ અભિષેક તિવારી દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના પ્રદર્શનને ઉત્સાહભેર વધાવ્યું. અંતમાં કેમ્પસ હેડ અભિષેક તિવારીઍ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે શિક્ષકોની  મહેનત અને વિદ્યાર્થીઓના પ્રતિભાશાળી પ્રયત્નોને શ્રેય આપતાં  સંસ્કારોથી ભરપૂર ભવિષ્ય ઘડવા સતત પ્રયત્નશીલ રહેશે.