Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

અબ્રામાની ડાહીબા સ્વામિનારાયણ સ્કૂલમાં વિશ્વ કેન્સર દિવસ ઉજવાયો

અબ્રામાની ડાહીબા સ્વામિનારાયણ સ્કૂલમાં વિશ્વ કેન્સર દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૯ ઃ વલસાડના અબ્રામા ધરાનગર શ્રી ડાહીબા સ્વામિનારાયણ સ્કુલ દ્વારા વિશ્વ કેન્સર દિનની ઊજવણી કરવામાં આવી. તે નિમિત્તે શાળાના સંસ્થાપક પ.પૂજ્ય શ્રી દેવસ્વરૂપ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ શાળાના સંચાલક તથા યોગ શિક્ષક  રેખાબેન સતીષભાઈ પટેલ દ્વારા જે વ્યક્તિને કેન્સર રોગ થયો હોય અને કેન્સર રોગ ન થાય તેની તકેદારી રાખવા માટે યોગ-ાણાયામ દ્વારા બાળકોમાં જાગૃતતા લાવવા માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી શિક્ષકો અને શાળાના તમામ બાળકોઍ ૧૧ સૂર્યનમસ્કાર મંત્રોચ્ચાર સાથે ૧૦ યોગ અને ૫ -ાણાયામ કરી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને આગામી દિવસોમાં સમાજની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે શાળા દ્વારા આયોજિત ૧૧, ૨૧ અને ૫૧ સૂર્યનમસ્કારની સ્પર્ધા રાખવામાં આવનાર છે જેમાં શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે તેની પણ તૈયારી ચાલી રહી છે. બાળકોની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને દરરોજ શાળામાં ૧૫ મિનિટ સૂર્યનમસ્કાર, યોગ અને -ાણાયામ તેમજ દર શનિવારે ઍક કલાક યોગ-ાણાયામ, ધ્યાન અને આસન કરાવવામાં આવે છે.