Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી-વલસાડ આઈડીઍની નવી કાર્યકારિણી દ્વારા પદભાર સંભાળ્યો

વાપી-વલસાડ આઈડીઍની નવી કાર્યકારિણી દ્વારા પદભાર સંભાળ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૯ ઃ ઇન્ડિયન ડેન્ટલ ઍસોસિયેશન વલસાડ–વાપી શાખા  દ્વારા પારડીની ઍક હોટલમાં સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વર્ષ ૨૦૨૬ માટેની નવી કાર્યકારિણીના પદભાર ગ્રહણ સમારંભનું આયોજન કરવું તેમજ આવનાર વર્ષ માટેની પ્રવૃત્તિઓની રૂપરેખા રજૂ કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત પદાધિકારી ડૉ. સિદ્ધાર્થ દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા વિવિધ સંગઠનાત્મક, શૈક્ષણિક તથા સામાજિક કાર્યો અંગે માહિતી આપવામાં આવી હતી  ત્યારબાદ વર્ષ ૨૦૨૬ માટે ત્ઝ઼ખ્ વલસાડ–વાપીની નવી કાર્યકારિણીની જાહેરાત કરવામાં આવી જેમા ડૉ. પ્રતીક પરમારે અધ્યક્ષ પદનો, ડૉ. ઋષભ જૈને સચિવ પદનો તથા અન્ય કાર્યકારિણી સભ્યોઍ પોતાના-પોતાના પદનો વિધિવત પદભાર સંભાળ્યો. કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન  ના અધ્યક્ષ ડૉ. કૃણાલ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્ના. પોતાના સંબોધનમાં તેમણે તબીબી તથા દંતચિકિત્સા સંગઠનોની જાહેર આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા, સામાજિક જવાબદારી તથા પરસ્પર સમન્વયના મહત્વ પર પ્રકાશ પાડ્યો. કાર્યક્રમમાં જેસીઆઈ વાપીના પૂર્વ પ્રમુખ અને હોમિયોપેથીક તબીબ ડૉ. પરિત ભટ્ટ વિશિષ્ટ મહેમાન તરીકે હાજર રહ્ના હતા. તેમણે ત્ઝ઼ખ્ દ્વારા કરવામાં આવતા સામાજિક અને આરોગ્યલક્ષી કાર્યોની પ્રશંસા કરી તથા સંગઠનના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.