આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપકે રાબડા મા વિશ્વંભરીના દર્શન કર્યા
- byDamanganga Times
- 10 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડો. પ્રવીણભાઈ તોગડિયાઍ આજે રાબડામાં આવેલામાં વિશ્વંભરી તીર્થયાત્રા ધામની ખાસ મુલાકાત લીધી હતી. ધામમાં આગમન સમયે બાળાઓ દ્વારા ડો. તોગડિયાનું ઉષ્માભેર પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડો. તોગડિયાઍ મંદિર પરિસરમાં બિરાજમાન માં વિશ્વંભરીના ભક્તિભાવ પૂર્વક દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેમણે ગોકુલધામ (ગોવર્ધન પર્વત) તથા વૈકુંઠધામ (ગૌશાળા)ની મુલાકાત લઈ ગૌ પૂજન પણ કર્યું હતું. ધામના સ્થાપક શ્રી મહાપાત્રના માર્ગદર્શન હેઠળ સનાતન ધર્મ અને સનાતન વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ ધામ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓને ડો. તોગડિયાઍ બિરદાવી હતી. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ કિશોરભાઈ હાપલીયા, સંગઠનના અન્ય કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો અને ગ્રામજનોઍ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો.
