પરીક્ષા સફળતાની દિશામાં મહત્વપૂર્ણ પડાવઃ રાજેશ્રી ટંડેલ
- byDamanganga Times
- 10 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આયોજિત પરીક્ષા પે ચર્ચા-૨૦૨૬ કાર્યક્રમ અંતર્ગત તા. ૦૬ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦ વાગ્યે પ્રધાનમંત્રી દ્વારા વિદ્યાર્થીઓ સાથે કરાયેલા સંવાદનું જીવંત પ્રસારણ સમગ્ર દેશમાં યોજાયું હતું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાને લગતા તણાવમાંથી મુક્ત કરી આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
પરીક્ષા પે ચર્ચા-૨૦૨૬ની નવમી આવૃત્તિના ભાગરૂપે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ વલસાડની જમનાબાઈ હાઈસ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજેશ્રી ઍલ. ટંડેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તરફથી પંકજભાઈ દેસાઈ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ, આચાર્યો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતાં.
કાર્યક્રમના અંતે જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી ઍલ. ટંડેલે પોતાના પ્રેરણાદાયક વક્તવ્યમાં વિદ્યાર્થીઓને પરીક્ષાને જીવનનો ઉત્સવ સમજી આત્મવિશ્વાસપૂર્વક તેનો સામનો કરવા અપીલ કરી હતી. િઆ ઉપરાંત વલસાડ જિલ્લામાં આવેલી સરકારી, અનુદાનિત, બિન-અનુદાનિત તથા સી.બી.ઍસ.સી. શાળાઓ મળી કુલ ૩૨૯ શાળાઓમાં પરીક્ષા પે ચર્ચા- ૨૦૨૬ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૭૫,૪૪૫ વિદ્યાર્થીઓ, ૩,૯૭૪ શિક્ષકો અને ૨,૮૬૦ વાલીઓઍ શાળા કક્ષાઍ કાર્યક્રમને રસપૂર્વક નિહાળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં ઉત્સાહ અને સકારાત્મકતા જોવા મળી હતી અર્થપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.
