પાથરીમાં શ્રી દત્તાત્રેય મંદિરે ૨૮મા પાટોત્સવમાં ભકતોની ભીડ ઉમટી
- byDamanganga Times
- 10 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ પરમ પૂજ્ય અનસૂયા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દત્તપીઠ સંસ્થાન પાથરી, વલસાડ દ્વારા અખિલ બ્રહ્માંડના નાયક, કલિતારક શ્રી ભગવાન દત્તાત્રેયના મંદિરના ૨૮ મા પાટોત્સવની ઉજવણી તારીખ ૦૮-૦૨- ૨૦૨૬ના મહાસુદ સાતમને રવિવારના દિવસે શ્રી દત્તપીઠ સંસ્થાન, વલસાડ-ધરમપુર રોડ નજીક પાથરીમાં ૨૮મા પાર્ટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાદુકા પૂજન- ભજન-ધૂન સત્સંગ સવારે, ૮ઃ૦૦ કલાકેથી ૧૨ઃ૦૦ કલાકે આરતી સવારે ૧૨ઃ૦૦ કલાકે થી ૧૨ઃ૩૦ કલાકે મહાપ્રસાદમાં હજારો લોકોઍ લાભ લીધો હતો. ભાવિક ભક્તજનો શ્રી દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા વહેલી સવારે ૫ઃ૦૦ વાગ્યા આવા લાગ્યા હતા.
જે રાત્રે ૯ઃ૦૦ વાગ્યા સુધી દર્શન ચાલુ રહ્ના હતાં. ૧૨ઃ૩૦ કલાકે શ્રી દત્ત આરતી અને બપોરે ૧૨૩૦ પછી મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ પવિત્રને શુભ પ્રસંગે મહાપ્રસાદમાં ઘણી જ મોટી સંખ્યામાં ૩૦૦૦થી વધુ ભક્તોઍ પત્રકાર મિત્રો તથા ચેનલના મિત્રોઍ ભાગ લીધો હતો અને મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ શુભ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી દેવાંગ દેસાઈ, પ્રકાશ ગજરે અને હરીશ યાગ્નિક ઍ સર્વો ભક્તોનો પત્રકાર મિત્રોનો તથા ચેનલ મિત્રોનો આભાર માન્યો હતો . શ્રી દત્ત મંદિર પાથરી ખાતે ૨૮ મો પાટોત્સવ યોજાયો સવારે પાદુકા પૂજન આરતી નડિયાદના શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટી સી. વી. યાજ્ઞિક અને નયના બહેન યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી દત્ત મંદિર પાથરી સંસ્થા દ્વારા નડિયાદના શ્રીનાથજી મંદિર ટ્રસ્ટી સી. વી. યાજ્ઞિક અને કિરીટભાઈ પટેલનું સન્માન પાથરી દત્ત મંદિરના ટ્રસ્ટી દેવાંગભાઈ દેસાઈ તથા પ્રકાશભાઈ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું.
