Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ગુંદલાવ હાઇવે બાજુની નહેર બિસ્માર

ગુંદલાવ હાઇવે બાજુની નહેર બિસ્માર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૯ ઃ ગુંદલાવ હાઇવે પાસે આવેલી નહેરોની હાલત બિસ્માર, જંગલી વનસ્પતિના સામ્રાજ્યથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. નહેરમાં ઊગી નીકળેલા જંગલી જાડો તેમજ તૂટી ગયેલી નહેરને રીપેરીંગ કરે તેવી લોકમાંગણી છે.

ગુંદલાવ હાઇવેની બંને બાજુઍથી પસાર થતી નહેરો હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. 

લાંબા સમયથી જાળવણીના અભાવે નહેરમાં મોટા પ્રમાણમાં જંગલી ઝાડી-ઝાંખરા અને ઘાસ ઊગી નીકળ્યું છે, જેના કારણે પાણીના વહેણમાં અવરોધ ઊભો થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોઍ જણાવ્યું કે નહેરની દિવાલો પણ અનેક જગ્યાઍથી બિસ્માર થઈ ગઈ છે. જંગલી વનસ્પતિ ઉગી નીકળવાને કારણે નહેર જાણે ગાયબ થઈ ગઈ હોય તેવું દ્રશ્ય દેખાય છે. જો વહેલી તકે આ નહેરની સફાઈ અને સમારકામ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સિંચાઈ માટે છોડવામાં આવતું પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચવું મુશ્કેલ બનશે.

તંત્ર દ્વારા આ બાબતે સત્વરે ધ્યાન આપી નહેરની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.