Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉમરગામમાં વારલી સમાજનું મહા સંમેલન યોજાયું

ઉમરગામમાં વારલી સમાજનું મહા સંમેલન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૦૮ ઃ ઉમરગામ ખાતે અખિલ ભારતીય આદિવાસી વારલી સમાજનું ચોથું મહા સંમેલન યોજાયું. આ સંમેલનમાં ઉમરગામ તાલુકા ઉપરાંત પડોશી મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના વિવિધ ગામોમાંથી હજારો વારલી સમાજના લોકો ઉપસ્થિત રહ્ના હતાં. સંમેલનમાં ઉપસ્થિતિ ઍટલી મોટી હતી કે ખુરશીઓ પણ ઓછી પડી હતી. વારલી સમાજ જળ, જમીન અને જંગલ બચાવોના સંદેશ સાથે ઍકત્રિત થયો હતો. આ સંમેલનમાં જંગલ વિસ્તારોના ગામોમાં વસતા લોકો, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, સરપંચો તેમજ દેશસેવામાં રહેલા મિલેટરીના જવાનોનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું. જળ, જમીન અને જંગલના સંરક્ષણ તેમજ જંગલ ગામોના હક્કોની રક્ષા માટે ચાલી રહેલી ચળવળને આ સંમેલનથી નવી ઉર્જા અને ઉત્સાહ મળ્યો હોવાનું જણાયું.