Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડની સિવિલમાં વેકિસનેશન કેમ્પ યોજાયો

વલસાડની સિવિલમાં વેકિસનેશન કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૮ ઃ વલસાડની જી.ઍમ.ઇ.આર.ઍસ. સિવિલ હોસ્પિટલ ખાતે વલસાડ જિલ્લાનાં વર્ષ ૨૦૨૬માં હજમાં જનાર હજ યાત્રીઓનો ફિટનેસ અને વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ૭૮ હાજીઓઍ ભાગ લીધો હતો. 

વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ભાવેશ ગોયાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડો.ઍ.કે. સિંઘ, આર.ઍમ.ઓ. ડો. વી.કે. ફડદુ, વી.સી.સી.ઍમ. મોહિત શાહ, વહીવટી અધિકારી, ડો.મનોજકુમાર દાસ, સ્ટોર ઇન્ચાર્જ ડો. મિતલ ટંડેલ અને ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા નિયુક્ત વલસાડ જિલ્લાનાં ફિલ્ડ ટ્રેનર રફિક ઇસ્માલ વોરા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. 

ફિટનેસ અને વેક્સિનેશન પ્રોગ્રામમાં જી.ઍમ.ઇ.આર.ઍસ. સિવિલ હોસ્પિટલ, વલસાડના તમામ સ્ટાફ તથા હજ ખિદમત ગૃપના સભ્યો દ્વારા સુંદર કામગીરી બજાવી આ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો.