આજથી વલસાડ જિલ્લામાં આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે મેગા ડ્રાઈવ હાથ ધરાશે
- byDamanganga Times
- 09 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૮ ઃ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં ઍનઍફઍસઍના કુલ ૧૦૬૨૯૭૪ લાભાર્થી છે, જેમાંથી ૭૭૮૨૪૪ લાભાર્થીના પીઍમજેઍવાય કાર્ડ બનાવવામાં આવ્યા છે. જ્યારે હજુ ૨૬૪૭૩૦ લાભાર્થીઓના કાર્ડ બનાવવાના બાકી હોય જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્મા અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરવિંદકુમાર સિંહના નેતૃત્વમાં તા. ૯ થી ૨૮ ફેબ્રુઆરી સુધી મેગા ડ્રાઈવનું આયોજન કરાયુ છે. જેમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી હોય તેવા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવશે. આ બાબતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મેગા ડ્રાઈવનું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આયુષ આરોગ્ય મંદિર (પેટા કેન્દ્ર)માં ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા હાઉસ ટૂ હાઉસ સર્વે કરી ઍનઍફઍસઍના બાકી લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવી ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરીનું સઘન મોનીટરીંગ તાલુકા અને પીઍચસી કક્ષાઍથી કરવાનું રહેશે. જે માટે જિલ્લાના ૬ તાલુકાઓમાં મોનીટરીંગ માટે ટીમ બનાવવામાં આવી છે. જેમાં પારડી તાલુકામાં સીડીઍચઓ ડો. અરવિંદકુમાર સિંહ અને ઍમપીઍચઍસ અજીત બી. પટેલ, વલસાડ તાલુકામાં ડીઍલઓ ડો.જયશ્રી ચૌધરી અને ઍમપીઍચઍસ હિતેન્દ્ર વી.સોલંકી, કપરાડા તાલુકામાં ડીટીઓ ડો.હરજિતપાલ સિંગ અને ઈન્ચાર્જ જિલ્લા માહિતી, શિક્ષણ અને -સારણ અધિકારી પકંજભાઈ પટેલ, ધરમપુર તાલુકામાં ઈઍમઓ ડો.મનોજ ઍન. પટેલ અને ઍમપીઍચઍસ ભાવેશ બી.પટેલ, ઉમરગામ તાલુકામાં ડો.વિરેન પટેલ અને ઍમપીઍચઍસ યોગેશ પટેલ જયારે વાપી તાલુકામાં ડીક્યુઍમઓ ડો.દિવ્યેશ પટેલ અને ઍમપીઍચઍસ નભુભાઈ પટેલને મેગા ડ્રાઈવમાં કાર્ડ બનાવવાની કામગીરીનું ઘનિષ્ઠ મોનીટરીંગ કરવા જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરોક્ત તમામ લાયઝન અધિકારી અને કર્મચારીઓઍ કેમ્પના સ્થળે જઈ કાર્ડ બનાવવા માટે કેટલા લાભાર્થીઓનું આયોજન કર્યુ છે તે તપાસવુ, કેમ્પના સ્થળ પર લાભાર્થી કેટલા આવ્યા તેની તપાસ કરવી તેમજ હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી તેમજ કાર્ડ બનાવવાની કામગીરીની તપાસ કરવાની રહેશે. કેમ્પના સ્થળે જે તે કર્મચારી દ્વારા કાર્ડ બનાવવામાં આવે છે તે કર્મચારીને ગ્ત્લ્ ૨.૦ પોર્ટલમાં કાર્ડ બનાવતા આવડે છે કે નહીં તેની તપાસ કરવાની રહેશે. મેગા કેમ્પ અગાઉથી આઈઈસી (પ્રચાર પ્રસાર) કરવામાં આવ્યો છે કે કેમ અને દરેક સ્થળ પર આઈઈસી મટીરીયલ લગાવવામાં આવ્યુ છે કે તે સુનિડ્ઢિત કરવું, આયુષમાન કાર્ડ બનાવવાના બાકી રહેલા લાભાર્થીઓની યાદી કેમ્પ સ્થળ પર છે કે નહી તેની તપાસ કરવી, ઍનઍફઍસઍમાં વિસંગતતા ધરાવતા લાભાર્થીની વિસંતગતતા બરાબર લખવામાં આવી છે કે નહીં તેની તપાસ કરવાની રહેશે.
