વલસાડમાં આરોગ્ય વિભાગની વિવિધ સમિતિની સમીક્ષા બેઠક મળી
- byDamanganga Times
- 09 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૮ ઃ વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લાના આરોગ્ય વિભાગની વિવિધ સમિતિની સમીક્ષા બેઠક કલેકટર કચેરી, વલસાડના સભાખંડમાં યોજાઇ હતી.
આ બેઠકોમાં જિલ્લા સંચારી રોગચાળા અટકાયત, તમાકુ નિયંત્રણ, કલાઇમેટ ચેન્જ ઍન્ડ હ્નામન હેલ્થ તેમજ ક્વોલિટી ઍસ્યોરન્સ કમિટીની બેઠકો યોજાઇ હતી. કલેકટરઍ જિલ્લામાં પાણીજન્ય, વાહકજન્ય અને લેપ્ટોસ્પાયરોસીસના રોગચાળા અટકાયત, તમાકુ નિયંત્રણ અને નેશનલ પ્રોગામ ઓન કલાઇમેટ ચેન્જ હ્નામન હેલ્થ કમિટિ અને સિકલસેલ પ્રોગામ અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હરપાલ સિંઘ, મેડિકલ કોલેજના ડીન ડો. કમલેશ શાહ, જિલ્લા રક્તપિત અધિકારી ડો. જયશ્રી ચૌધરી, ઍપેડેમિક અધિકારી ડો. મનોજ પટેલ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિરેન પટેલ, ક્યુઍઍમઓ ડો.દિવ્યેશ પટેલ, સંકલિત બાળ વિકાસ યોજનાના ઈન્ચાર્જ અધિકારી નિલમ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવા, જિલ્લા ખેતીવાડી અધિકારી અરૂણ ગરાસિયા તેમજ તમામ તાલુકા હેલ્થ ઓફિસરો અને જિલ્લાના આરોગ્ય વિભાગ સાથે સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્ના હતાં.
