પારડીમાં શ્રી ચંદ્રિકામાતા મંદિરનો પાટોત્સવ સાથે રકતદાન શિબિર યોજાઈ
- byDamanganga Times
- 09 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૮ ઃ પારડી મા મુખ્ય બજાર કુંભારવાડમાં શ્રી પ્રજાપતિ ઉત્કર્ષમંડળ અને શ્રી ચંદિકા નવ યુવક મંડળ દ્વારા શ્રી ચંદિકા માતાનો પાટોત્સવ ઉજવાયો હતો જે પ્રસંગે યજ્ઞ પૂજા આરતી અને રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજના ભાઈ બહેનો જોડાયા હતાં. અહીં શ્રી ચંદિકા માતા જીના પાટોત્સવની શરૂઆત વહેલી સવારે માતાજીની આરતી પૂજા કરીને શરૂ કરવામાં આવ્યો હતો પાટોત્સવની શરૂઆત થયા બાદ દંપતિઓ યજ્ઞ શાળામાં બેઠા હતા અને બ્રાહ્મણોના મંત્રો ચાર સાથે પૂજા સાથે યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી શ્રી માનવ આરોગ્ય સેવા કેન્દ્ર બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં સમાજની બહેનોઍ રક્તદાન કર્યો હતો.
યુવાનો અને ભાઈઓ ઍ રક્તદાન કર્યો હતો. સમાજના આગ્રાની ડોક્ટર ઉત્તમભાઈ પ્રજાપતિ, ધનસુખભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ પ્રજાપતિ, પ્રફુલભાઈ લાડ, રાકેશભાઈ પ્રજાપતિ, નરેશભાઈ પ્રજાપતિ, જીજ્ઞેશભાઇ પ્રજાપતિ, કેતનભાઇ પ્રજાપતિ સાથે વિશાળ સંખ્યામાં સમાજના આગ્રાની ભાઈ-બહેનો બ્લડ બેન્કના સંજયભાઈ અશોકભાઈ, અજયભાઈ સાથે બ્લડ બેન્કના સ્ટાફઍ રક્તદાનને સફળ બનાવ્યો હતો. પાટોત્સવ નિમિત્તે માતાજીની દિવ્ય આરતી પૂજા કરવામાં આવી હતી. મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં સમાજ અને ગામના ભક્ત ભાઈ બહેનો જોડાયા હતાં. ચંદિકા માતાજીની જય જય કાર ગુંજી ઉઠી હતી. માતાજીની મહિમા અપરંપાર પ્રજાપતિ સમાજ સહિત દરેક સમાજને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. માતાજી દરેકને સુખ સમૃદ્ધિ અને વૈભવ પ્રદાન કરે છે. ઍમના જીવનનું રક્ષણ કરે છે ઍ જ રીતે સમાજમાં સુખ સમૃદ્ધિ રહે અને લોકોનું રક્ષણ થાય ઍવી પ્રાર્થના કરવામાં આવી હતી. ધજા ચડાવવામાં આવી હતી
