અતુલ કોલોનીમાં ચોરીના બે આરોપીને રિમાન્ડ
- byDamanganga Times
- 09 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૮ ઃ અતુલ રિવર સાઈડ ઍકની કોલાનીના સિક્યુરિટી અધિકારીને મધરાતે ત્રણ લૂંટારોઍ તાળુ તોડી લૂંટ ચલાવી સિક્યુરિટી અધિકારી ઉપર લાકડાના દંડાથી જીવલેણ હુમલો કરી ભાગી જવાની ઘટનામાં બે આરોપીને ઍલસીબી ઍ પકડ્યા બાદ તેઓને ૧૦મી સુધી રિમાન્ડ મેળવ્યા છે. પકડાયેલા આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. ઍલસીબીની ટીમે આ પ્રકરણમાં આરોપીમાં કૃષ્ણદેવ ઉર્ફે કિશન પ્રકાશ મૌર્ય (રહે. થાણે, મૂળ ઉત્તર પ્રદેશ) અને કમલેશ ઉર્ફે કમલા ફોજદાર ચૌહાણ (રહે. મુંબઈ, મૂળ ઉત્તર પ્રદેશ)ની ધરપકડ કરી હતી.
