Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પોલીસ સાથે બુટલેગરની બબાલ બાદ ઍકની ધરપકડ ઃ બે વોન્ટેડ

પોલીસ સાથે બુટલેગરની બબાલ બાદ ઍકની ધરપકડ ઃ બે વોન્ટેડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

વલસાડ તા ૮ ઃ વલસાડ રૂરલ પોલીસની ડિસ્ટર્બની ટીમ ખાનગી થાર કારમાં પેટ્રોલિંગમાં ફરતી હોય તે દરમિયાન બાતમી આધારે ધમડાચી ગામના પીરું ફળિયા હાઈવે પર  વોચ ગોઠવી ઊભા રહેતા  બાતમી વાળી કાર નં જીજે-૧૫-સી.ઍન.-૩૭૬૬ને ઊભા રાખવાનો ઈશારો કરતા કાર ચાલકે પોતાની કારપુર ઝડપે હંકારી ગુંદલાવ ચોકડી થઈ કલવાડા તરફ હકારતા પોલીસે તેનો ફિલ્મી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસે  અટગામ બહાદુર ફળીયામાં કાર ધીમી પાડી કાર ચાલક તથા ક્લીનર ઉતાવળે ઉતરી ભાગવા જતા કાર ચાલક રોડની સાઈડમાં જમીન પર પડતા ઝડપાઈ ગયો હતો. જ્યારે   ક્લીનર અંધારાનો લાભ લઇ આંબાવાડીમાં ભાગી ગયો હતો. જોકે પોલીસે પકડાયેલો બુટલેગર પીનલ ઠાકોરભાઈ કોળી પટેલ રહે. મુળી મંદિર ફળિયા વલસાડની ધરપકડ કરી છે. પોલીસે કારની અંદર તપાસ કરતા ૨૩ ટીન બિયરની કિંમત રૂ. ૧૦૬૦,  મોબાઈલ કિંમત રૂ. ૧૦૦૦૦  તથા કારની કિંમત રૂ. ૧ લાખ મળી કુલ ૧,૧૧,૦૬૦ રૂપિયાનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો. જ્યારે ભાગી ગયેલા ક્લીનર વિરલ પટેલ રહે. અટગામ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.