Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીમાં બજેટ અંગે વ્યાપારી સંમેલન યોજાયું

વાપીમાં બજેટ અંગે વ્યાપારી સંમેલન યોજાયું


(દમણગંગાટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૮ ઃ વાપીના વીઆઈઍ ખાતે કેન્દ્રીય બજેટના અનુસંધાનમાં વ્યાપારી મંડળો સાથે બેઠક કરી બજેટના ફાયદાઓ અંગેની જાણકારી રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી. તેમજ બજેટમાં ફાર્મા ક્ષેત્રે અને કેમિકલ તેમજ ટેક્સટાઇલ વિભાગને આપવામાં આવેલ રાહત અંગે પણ સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી  વલસાડ જિલ્લા ભાજપ દ્વારા વી આઇ ઍ કોન્ફરન્સ હોલ વાપી ખાતે  ૨૦૨૬ બજેટ વેપારી સંમેલન વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની અધ્યક્ષતામાં તેમજ મુખ્ય વક્તા ગુજરાત સરકારના કેબિનેટ નાણામંત્રી  કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં વ્યાપારી સંમેલન યોજવામાં આવ્યું હતું. 

આ સંમેલનમાં પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી  સોનલબેન સોલંકી, વલસાડ જિલ્લા ભાજપ પ્રભારી  મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લાભાજપ સંગઠનના મહામંત્રી કમલેશભાઈ પટેલ, ગણેશભાઈ બીરારીઘ, કપરાડા ધારાસભ્ય  જીતુભાઈ ચૌધરી, કાર્યક્રમના ઇન્ચાર્જ તેમજ જિલ્લા ઉપપ્રમુખ  સતિષભાઈ પટેલ, કાર્યક્રમના સહ ઈનચાર્જ તેમજ લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ  મેહુલભાઈ પટેલ, જિલ્લા સંગઠનના હોદ્દેદારઓ તેમજ મોટી સંખ્યામાં વ્યાપાર ઉદ્યોગના વેપારીઓ તેમજ કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્ના હતા.