નડગખાદી પાસે ગંભીર અકસ્માત, ચાલક ફસાયો
- byDamanganga Times
- 09 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૦૮ ઃ ડાંગ જિલ્લાનાં આહવા–વઘઈ માર્ગ પર નડગખાદી ગામ નજીક આજે સાંજનાં અરસામાં ઍક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.આહવાથી પીંપરી તરફ જઈ રહેલ તાપી ઍન્ટરપ્રાઇઝનું લોડિંગ ડમ્પર ગાડી નં. ઞ્થ્-૨૬-વ્-૯૯૪૪ નાં ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન રોડની સાઈડમાં આવેલા ઍક મોટા ઝાડ સાથે અથડાઈ ગયુ હતુ.અકસ્માતની તીવ્રતા ઍટલી ભયાનક હતી કે ડમ્પરનો ચાલક વાહનમાં જ ફસાઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તથા તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ભારે જહેમત બાદ થ્ઘ્ગ્ મશીનની મદદથી ડમ્પરનાં કેબિનનો દરવાજો તોડી ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.આ અકસ્માતને કારણે આહવા–વઘઈ માર્ગ પર લાંબા સમય સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો, જેના કારણે માર્ગના બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે આહવા-વઘઈ સ્ટેટ હાઈવે પર નડગખાદી ગામ પાસે ઍક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઍસટી બસ અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ૪૧ વર્ષીય બાઈક સવારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
