અોવાડામાં રોડ બેસી જતાં ટ્રેકટર પલટયું
- byDamanganga Times
- 09 February, 2026
વલસાડ, તા. ૦૮ ઃ વલસાડ તાલુકાના ઓવાડાગામે રોહીતવાસમાં તાજેતરમાં રૂ. ૨૫ લાખના ખર્ચે નવો રોડ તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલું કામ ઍટલું હલકી ગુણવત્તા અને હલકીકક્ષાનો વાપરીઍ હોવાથી આ રોડ જમીનમાં ધસી ગયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલું ઍક ટ્રેક્ટર રોડ બેસી જવાને કારણે અચાનક પલટી મારી ગયું હતું. ટ્રેક્ટર પલટી જવાની આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો છે. ગામના જાગૃત આગેવાન નિમેશ સોલંકી ઍ જણાવ્યું કે રૂ. ૨૫ લાખના ખર્ચે બનેલ વિસ્તારનો રસ્તોમાં વપરાયેલ મટીરીયલ હલકી કક્ષાનું અને ગુણવત્તા વગરનું હોવાનો આક્ષેપ કર્યો છે. ગામમાં તાજેતરમાં બનેલા રૂ. ૨૫ લાખના રોડ બેસી જવાની ઘટના અને રોડમાં વપરાયેલ મટિરિયલ અંગેની તપાસ કરવા અને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની માંગ કરી છે.
