ડુંગરીમાં વાહન અડફેટે મોત
- byDamanganga Times
- 09 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૮ ઃ પારડી તાલુકાના ડુંગરી ખાતે રહેતા નટવરલાલ રવજીભાઈ માહ્નાવંશી ઉં.વ. ૬૯ ના ઓ લગ્ન પ્રસંગમાં પારડી ખાતે ગયા હતા.
જે પરત પોતાના ઘરે જતા સમયે ઍકટીવા મોપેડ નંબર જી.જે.-૧૫-ઍ.પી.-૯૯૯૧ને પારડી નેશનલ હાઇવે નંબર ૪૮ વિરામ હોટલ પાસે પારડીથી વાપી જતા ટ્રેક ઉપર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ આસપાસના લોકો અને પુત્રને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અને નટવરભાઈને પારડી કુરેશી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ વાપી હરિયા હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને માથા તથા હાથ-પગ તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા ફરજ પરના તબીબે સારવાર દરમિયાન નટવરભાઈને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતકનો પુત્ર વિનેશ નટવરલાલ માહ્નાવંશીઍ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
