વલસાડ પંથકમાં ખેતરોમાંથી વીજ સાધનોની ચોરી અંગે રાવ
- byDamanganga Times
- 09 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૮ ઃ છેલ્લા ત્રણ મહિનાથી વલસાડ તાલુકાના ખેતરોમાં મૂકવામાં આવેલા મોટર કેબલ સ્ટાર્ટર સહિત અન્ય ઈલેક્ટ્રીક ચીજ વસ્તુઓની ચોરી મોટા પ્રમાણમાં થતી હોવા થી વિસ્તારના ખેડૂતોઍ વલસાડ રૂરલ પોલીસ મથકે આવી રજૂઆત કરી હતી.
વલસાડ તાલુકાના ગામોમાં છેલ્લા ત્રણેક મહિનાથી ખેતરમાં મૂકવામાં આવેલ મોટર સ્ટાર્ટર કેબલ વાયર સબમર્સીબલ મોટરના કેબલના વાયરની ચોરી થતાં ખેડૂતો ચોરથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતાં. જેના સંદર્ભે વિસ્તારના ખેડૂતો વલસાડ રૂરલ પોલીસ મથકે મોટી સંખ્યામાં આવી પોલીસ મથકના પીઆઇને વિસ્તારમાંથી ઈલેક્ટ્રીક ચીજ વસ્તુઓની ચોરી થવા અંગે રજૂઆત કરી હતી. ખેડૂતોઍ જણાવ્યું કે આ ચોરટાઓ કેબલ વાયરની અંદર તેમજ મોટરની અંદર રહેલ કોપર વાયર મેળવવા માટે આ ચોરીઓ કરતા હોવાથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્નાં છે. જોકે આ ખેતરમાંથી ચોરી દર ત્રીજા અઠવાડિયે રાત્રે દરમિયાન થતી હોય છે. ખેડૂતોની વાડીઓ અને ખેતરો દૂર તેમજ આજુબાજુ વસ્તી નહીં હોવાથી તેનો લાભ આ ચોરટાઓ રાત્રી દરમિયાન લેતા હોય છે. આવો ખેતરમાંથી વાયર મોટરની ચોરી થવાથી ખેડૂતોને હજારો રૂપિયાનું નુકસાન થતું હોય છે. ખેડૂતોઍ પોલીસમાં રજૂઆત કરી કે ગામના મુખ્ય રસ્તા ઉપર સીસીટીવી કેમેરા અને રાત્રે દરમિયાન પોલીસ ફેકટ્રોલિંગ કરવા તેમજ ખેતીના સાધનોનો ભંગાર લેતા ભંગારીઓને કડક પૂછપરછ કરે તેવી માંગણી કરી છે. ખેડૂતોઍ વધુમાં માંગણી કરી છે કે આવા ચોરોને તાત્કાલિક પકડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં નાછૂટકે આંદોલન કરવાની ફરજ પડશે.
