Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સેલવાસમાં બજેટ અંગે ભાજપનો સંવાદ કાર્યક્રમ યોજાયો

સેલવાસમાં બજેટ અંગે ભાજપનો સંવાદ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૦૮ ઃ ભાજપ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ પ્રદેશ દ્વારા સિલવાસા સ્થિત ‘અટલ ભવન’ ખાતે ‘બજેટ પર સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય અતિથિ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાઍ બજેટ ૨૦૨૬-૨૭ના મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા.મંત્રીશ્રીઍ જણાવ્યું કે અગાઉના શાસનમાં યોજનાઓ જમીનસ્તર સુધી પહોંચતી ન હતી, જ્યારે વર્તમાન બજેટ ગરીબ, ખેડૂત, યુવાન અને મહિલાઓને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યું છે. બજેટમાં આવાસ, આરોગ્ય, સામાજિક સુરક્ષા, ખેતી, રોજગાર અને મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન અપાયું છે. ૫૩.૫૦ લાખ કરોડનું આ બજેટ વિકસિત ભારત ક્૨૦૪૭ના સંકલ્પને મજબૂત બનાવે છે. દાદરા-નગર હવેલી અને દમણ-દીવ માટે આ બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, શિક્ષણ, આરોગ્ય અને પર્યટન ક્ષેત્રે નવી તકો લઈને આવ્યું છે. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્ના હતાં.