Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ, નવસારી, ડાંગ જીલ્લમાં ડી.આઈ.જી.ની નિમણૂંક

વલસાડ, નવસારી, ડાંગ જીલ્લમાં ડી.આઈ.જી.ની નિમણૂંક


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૬ ઃ સમગ્ર ગુજરાત રાજ્યના પોલીસ મથકે અરજદાર દ્વારા કરવામાં આવતી ફરિયાદ ને કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા દફતરે કરી દેતા હોય છે અને અરજદારને ન્યાય નહીં મળતો હોવાને ધ્યાને લઈ ગૃહ વિભાગે રાજ્યના દરેક જિલ્લાના પોલીસ મથકો માટે ઍક ઍક આઈજી લેવલના આઇપીઍસ અધિકારીને નિમણૂક આપી છે અને તે દરેક મહિને પોલીસ મથકે પહોંચી આવેલી અરજીઓ અંગે ચકાસણી કરશે જેમાં વલસાડ જિલ્લા ના પોલીસ મથકો માટે આઈ જી પી ઍલ માલ તેમજ નવસારી જિલ્લા માટે આરવી ચુડાસમા ડીઆઇજી અને ડાંગ માટે ડીઆઈજી સરોજની કુમારીની નિમણૂક કરાય છે. ગુજરાતમાં સામાન્ય લોકો અનેક વખત પોતાની સમસ્યાની ફરિયાદો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરતા હોય છે પરંતુ કેટલીક અરજીઓ પોલીસ દબાવી દેતી હોય છે દફતરે કરી દેતા હોય છે.પરંતુ હવે રાજ્યના ગૃહ વિભાગે દરેક જીલ્લામાં ઍક ત્ષ્ટલ્ અધિકારીને જવાબદારી સોંપી છે.જે પોતાને સોંપાયેલા જીલ્લામાં મહીને બે વખત મુલાકાત લેશે અને પોલીસ સ્ટેશન સાથે અરજદારો ને પણ મળશે આમ હવે આવી અરજી લઈ ધક્કા ખવડનારા પોલીસની લાલિયાવાડી નહીં ચાલે. પરંતુ લોકોઍ પણ ખાસ ધ્યાન રાખવું પડશે કે જ્યારે પોલીસ સ્ટેશનમાં અરજી આપે ત્યારે ખાસ તારીખ લખવી અને અરજીની બે કોપી કરવી ઍક કોપી પોલીસ સ્ટેશનમાં જમા કરાવી બીજી કોપી સિક્કો મરાવી સહી કરાવી પોતાની પાસે રાખવી જેથી જવાબ ન આપે તો ઉચ અધિકારીને કોપી બતાવી રજૂઆત કરી શકાય. જે અંગે વલસાડ નવસારી અને ડાંગના ઇન્ચાર્જ અધિકારી તરીકે ત્રણ અધિકારીઓની નિમણૂક કરાય છે જેમાં વલસાડ માટે પી ઍલ માલ આઈજી, નવસારી માટે આર વી ચુડાસમા ડીઆઇજી અને ડાંગ માટે સરોજ કુમારી ડીઆઈજીને જવાબદારી સોંપવામાં આવી છે.