Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

દમણમાં નેશનલ સ્કુલ અોફ ડ્રામા દ્વારા બે દિવસનો થિયેટર મહોત્સવ

દમણમાં નેશનલ સ્કુલ અોફ ડ્રામા દ્વારા બે દિવસનો થિયેટર મહોત્સવ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૦૬ ઃ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયની નેશનલ સ્કુલ અોફ ડ્રામા  દ્વારા તા. ૯ અને ૧૦ ફેબ્રુઆરીના રોજ દમણમાં ૨૫મા ભારત રંગ મહોત્સવ (ભારત રંગ મહોત્સવ) ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું છે. 

આ બે દિવસીય થિયેટર મહોત્સવનું આયોજન કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, કલેક્ટર ઓફિસ, દમણના સહયોગથી કરવામાં આવશે.

આ મહોત્સવના તમામ કાર્યક્રમો સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ, સરકારી કોલેજ, નાની દમણ ખાતે યોજાશે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ડિરેક્ટર  ચિત્તરંજન ત્રિપાઠીઍ જણાવ્યું હતું કે આને વિશ્વનો સૌથી મોટો નાટ્ય મહોત્સવ માનવામાં આવે છે. કાર્યક્રમ દરમ્યાન તા. ૯ મી ફેબ્રુઆરીઍ સાંજે અમદાવાદનું ગુજરાતી ‘કમારુ’ નાટક રજુ થશે. જેના લેખક સતીશ વ્યાસ છે. જયારે તા. ૧૦ ફેબ્રુઆરીઍ  ઉપાસના સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા ‘સીતાનો વેશ’ નાટક રજુ કરાશે.

ઉલ્લેખનીય છે કે ભારત રંગ મહોત્સવ ૨૦૨૬ ની થીમ સંસ્કૃતિઓનો સંવાદ છે,  ૨૭ જાન્યુઆરીથી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી ચાલતા આ ૨૫ દિવસના મહોત્સવમાં ભારતના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ નવ દેશોના નાટ્ય જૂથો ભાગ લઈ રહ્ના છે.

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના તાજેતરમાં શરૂ થયેલા પ્લેટફોર્મ, રંગ આકાશ (ઈન્ટરનેટ રેડિયો પ્લેટફોર્મ) અને નાટ્યમ (ઓટીટી પ્લેટફોર્મ) દ્વારા દેશભરના નાટ્યપ્રેમીઓ માટે પસંદગીના પ્રદર્શનો પણ પ્રસારિત કરવામાં આવી રહ્ના છે.