ભાગડાવડામાં આવારા શ્વાનનો ભૂલકાં પર હુમલો
- byDamanganga Times
- 07 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિતિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ ના ભાગડાવડા ગ્રીન પાર્ક વિસ્તારમાં માં રખડતાં કૂતરાંઓનો આતંક દિવસે-દિવસે વધી રહ્ના છે. વિસ્તારની ત્રણ વર્ષના બાળક ઉપર ગઈકાલે રખડતા કૂતરાઍ હિંસક હુમલો કરવાની ઘટના બનતા વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
છેલ્લા આઠ મહિનાથી વિસ્તારમાં કૂતરાંઓઍ ભયનું વાતાવરણ ઊભું કર્યું છે.વલસાડ શહેર નજીકના ભાગડાવડાના ગ્રીનપાર્ક-૨ અને ૩ વિસ્તારમાં રહેતો ૩ વર્ષ ના માસૂમ બાળક ઘર પાસે રમી રહ્ના હતો. તે દરમિયાન અચાનક રખડતાં કૂતરાંઓના ઍક ટોળાઍ બાળક પર હુમલો કર્યો હતો. કૂતરાંઍ બાળકને અડફેટે લઈ તેના હાથના ભાગે અનેક બચકાં ભરી લેતા બાળકની ચીસાચીસ સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો દોડી ગયા હતા અને બાળકને કૂતરાંઓના ચૂંગાલમાંથી છોડાવ્યો હતો. બીજા પામેલા બાળકને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જો કે રખડતા કુતરાથી ત્રાસી ગયેલા રહીશોઍ જણાવ્યું કે ગ્રીનપાર્ક અને દાદિયા ફળિયા રોડ વિસ્તારમાં છેલ્લા આઠ મહિનાથી કૂતરાંઓનો ભારે ત્રાસ છે. છેલ્લા કેટલાક મહિનામાં જ આ વિસ્તારમાં નાના બાળકો પર કૂતરાં કરડવાના ૪ થી ૫ બનાવો બની ચૂક્યા છે.
રખડતા પકડવા માટે કોંગ્રેસના કાર્યકરે પણ અગાઉ કલેક્ટરને આવેદનપત્ર પાઠ પાઠવી રજૂઆત કરવા તેમ છતાં સુધી વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.
હિંસક બનેલા કૂતરાંઓને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે. વિસ્તારમાં કૂતરાંઓની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા નસબંધી (ખ્ગ્ઘ્) કાર્યક્રમ કડક રીતે અમલી કરવો નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં આવે.
હાલમાં આ મામલે ફરીવાર કલેક્ટરને રજૂઆત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જો ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
