ધરમપુર પંથકના ઍક છાત્રાલયના સંચાલકે સગીરા સાથે અડપલાં કર્યા !
- byDamanganga Times
- 07 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, ધરમપુર, તા. ૦૬ ઃ ધરમપુર તાલુકામાં આવેલી કુમાર કન્યા છાત્રાલયમાં ભણતી ધોરણ ૮ માં ભણતી ૧૩ વર્ષીય સગીરાને છાત્રાલયના સંચાલકે સગીરાને પોતાની પાસે બોલાવી અશ્લીલ હરકતો કરવાની ઘટના અંગે માતા પિતાને જાણ કરતા ચોકી ઉઠ્યા હતા જેથી માતા-પિતાઍ છાત્રાલયના સંચાલક વિરોધ ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંચાલકની ધરપકડ કરતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સરકાર ઍક તરફ બેટી બચાવો બેટી પઢાવો ના સૂત્ર ને સાકાર કરવા માટે અભ્યાનો ચલાવી રહી છે. તો બીજી તરફ આદિવાસી વિસ્તારમાં આવેલા કન્યા છાત્રાલયના સંચાલકો આવી સગીર બાળા ઉપર ગંદી નજર રાખી છેડતી કરવાની ઘટના અવારનવાર બનતી હોવાથી વિસ્તારના આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે ધરમપુર તાલુકામાં આવેલી કુમાર-કન્યા છાત્રાલય નો સંચાલન સુનિલ જાદવ નામનો વ્યક્તિ સંચાલન કરે છે અને આ જ કન્યા છાત્રાલયમાં રહીને ૧૩ વર્ષીય આદિવાસી સગીરા ધોરણ-૮માં અભ્યાસ કરે છે. છાત્રાલયના સંચાલક સુનિલ જાધવ ઉપર ભોગ બનેલી સગીરાના માતા પિતાઍ ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે સંચાલક સુનિલ જાદવ તેમની ૧૩ વર્ષીય સગીર દીકરી ને કોઈપણ બહાને તેની પાસે બોલાવી તેની સાથે અશ્લીલ અડપલા કરતો હતો.
સુનિલ આ સગીરા સાથે રોજે રોજ હેરાન કરતા તેમણે હિંમત બતાવી તેમના મા-બાપને આખી કરતો તો વિશે જાણ કરતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પ્રા માહિતી મુજબ, પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ બાદ સુનિલ જાદવ વિરુદ્ધ ભ્બ્ઘ્લ્બ્ અધિનિયમ સહિત સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઘટના કેવી રીતે બહાર આવી ?
ધરમપુર તાલુકાના ઉડાણ વિસ્તારની ઍક છાત્રાલયમાં ધોરણ ૧ થી ૮ સુધીના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ રહી નજીકની જી.પં. સંચાલિત શાળામાં અભ્યાસ કરે છે. તાજેતરમાં ઍક સંસ્થા દ્વારા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓને ઓછી વયે લગ્ન ન કરવા, તેમજ ગુડ ટચ–બેડ ટચ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્નાં હતું. આ માર્ગદર્શન દરમ્યાન ધોરણ ૮માં અભ્યાસ કરતી આશરે ૧૩ વર્ષની ઍક વિદ્યાર્થીનીઍ છાત્રાલયના સંચાલક સુનિલ જાદવ દ્વારા પોતાની સાથે અશોભનિય વર્તન કરવામાં આવતું હોવાની હકીકત બહાર પાડી હતી. સંસ્થાના પ્રતિનિધિઓઍ તરત જ વિદ્યાર્થીનીના વાલીઓને જાણ કરી હતી. ત્યારબાદ વાલીઓ દ્વારા ધરમપુર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
