Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સરીગામની કંપનીમાં ગેસ લીકેજ

સરીગામની કંપનીમાં ગેસ લીકેજ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૦૬ ઃ સરીગામ GIDC વિસ્તારમાં આવેલી Sinex Metchem નામની કંપનીમાં આજે સવારના સમયે અચાનક ગેસ લીકેજની ઘટના સર્જાઈ હતી.

આ કંપનીમાં ગેસ લીક થતા જ કંપનીમાં કામ કરતા કામદારોમાં અફરા-તફરી મચી ગઈ હતી. ગેસના પ્રભાવથી કેટલાક કામદારોના આંખોમાં ભારે બળતરા તેમજ શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થવા લાગી હતી. ઘટનાને પગલે બે જેટલા કામદારોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

પરિસ્થિતિની ગંભીરતા જોતા ભીલાડ પોલીસ દ્વારા નારગોલ ચાર રસ્તાથી રસ્તો કોર્ડન કરી સમગ્ર વિસ્તારને સેફ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (ઞ્ભ્ઘ્ગ્)*ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સ્થિતિ પર કાબુ મેળવવા કાર્યવાહી શરૂ કરી છે.

હાલમાં કયો પ્રકારનો ગેસ લીક થયો હતો તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ગેસના સ્વરૂપ તથા લીકેજના કારણ અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે પ્રશાસન દ્વારા સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાની ખાતરી આપવામાં આવી છે.