Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ચીખલી પંથકમાં વાયરલ બિમારીથી દવાખાનાઅોમાં દર્દીઅોની સંખ્યા વધી

ચીખલી પંથકમાં વાયરલ બિમારીથી દવાખાનાઅોમાં દર્દીઅોની સંખ્યા વધી


 (દમણગંગા ટમઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૦૬ ઃ ચીખલી પંથક સહિત આજુબાજુના ગામોમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં અચાનક ફેરફાર થતા જેની સીધી અસર લોકોને થઈ રહી છે અને સરકારી દવાખાના તથા ખાનગી દવાખાનામાં શરદી, ઉધરસ અને તાવ તેમજ આંખ લાલ થઈ જવી જેવી વાયરલ બીમારીઓનો ભોગ લોકો બની રહ્ના છે.  જિલ્લાભરમાં અચાનક વાતાવરણમાં ફેરફાર આવતા તેમ જ દિવસ દરમિયાન ગરમીનું વાતાવરણ અને રાત્રે ઠંડી રહેતા જેની સીધી અસર જનજીવન ઉપર વર્તાઈ રહી છે અને લોકો વાયરલ બીમારીનો ભોગ બની રહ્ના છે જેમાં સરકારી દવાખાના અને ખાનગી દવાખાના ઉપર શરદી, ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે શિયાળાની ઋતુમાં ગરમીનું વાતાવરણ આવી જતા દિવસ અને રાતે અલગ અલગ તાપમાન રહેતા લોકોને તેની સીધી અસર વર્તાઈ રહી છે જ્યારે હાલમાં લગ્નની મોસમ પણ પૂરજોશમાં હોય ત્યારે ઉજાગરા અને મસાલેદાર ખાવાનું આરોગાતા જેની અસર પણ લોકોને પડી રહી છે.