નવસારીમાં અંડર-૯ તથા ૧૧ માટે જીલ્લાકક્ષાનો બેટરી ટેસ્ટ યોજાશે
- byDamanganga Times
- 07 February, 2026
(દમણગંગા ટમઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૦૬ ઃ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬–૨૭ માટે ઍડમિશન હેતુ નવસારી જિલ્લાકક્ષાનો બેટરી ટેસ્ટ નવસારીની સર સી.જે.ઍન. ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ ખાતે તા. ૧૦/૦૨/૨૦૨૬ ના રોજ સવારે ૭ કલાકે યોજાશે.
હાલના શૈક્ષણિક વર્ષે અંડર-૯ તથા અંડર-૧૧ વયજૂથના નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ખેલમહાકુંભ તાલુકાકક્ષાઍ ૩૦ મીટર દોડ, ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જંપ જેવી સ્પર્ધાઓમાં ક્રમાંક ૧ થી ૮ સુધી વિજેતા થયેલ ભાઈઓ અને બહેનોને જિલ્લાકક્ષાના બેટરી ટેસ્ટ માટે પાત્રતા આપવામાં આવી છે.
જિલ્લાકક્ષાના બેટરી ટેસ્ટમાં ભાગ લેનાર અને રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ઍવા પસંદગી પામેલ ખેલાડીઓને યાદી મુજબ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બેટરી ટેસ્ટ ભાઈઓ તથા બહેનો માટે યોજાશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવેલ છે.
