Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વઘઈ અને ખેરગામમાં કોîગ્રેસની જનઆક્રોશ યાત્રા યોજાઈ

વઘઈ અને ખેરગામમાં કોîગ્રેસની જનઆક્રોશ યાત્રા યોજાઈ


 (દમણગંગા ટમઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, ખેરગામ, તા. ૦૬ ઃ  ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર સમાન વઘઈના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે આજે ગુજરાત કૉંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં જન આક્રોશ યાત્રા-પરિવર્તનનો શંખનાદ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે યોજાયેલી જાહેરસભામાં જનમેદનીને સંબોધતા અમિત ચાવડાઍ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રીનિવાસ બી.વી., ડો. તુષાર ચૌધરી, માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિત, માજી સાંસદ કિશન પટેલ, જિલ્લા પ્રમુખ સ્નેહલ ઠાકરે, ગુજરાત આદિવાસી કોંગ્રેસ પ્રમુખ રાજુ પારઘી અને મહામંત્રી સંદીપ માંગરોલા જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્ના હતા. આ સાથે જ સ્થાનિક અગ્રણીઓ ગૌતમભાઈ પટેલ, તબરેઝ અહેમદ (બબ્બુ), સૂર્યકાંત ગાવિત, મુકેશ પટેલ અને યુવા નેતા તુષાર કામડી સહિત મોટી સંખ્યામાં કાર્યકરોઍ હાજરી આપી કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન કર્યું હતુ. 

જયારે ખેરગામમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજીત જન આક્રોશ યાત્રા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા-વિધાનસભામાં વિપક્ષ નેતા ડો. તુષારભાઈ ચૌધરી તેમજ ઍઆઈસીસી સેક્રેટરી,દ. ગુજરાત સહ પ્રભારી શ્રીનિવાસ બી.વી. જી ના નેતૃત્વમાં નવસારી જિલ્લામાં તા. ૩/૨/૨૦૨૬ સાંજે ૬-૪૫ ના બદલે દોઢ કલાક મોડી ખેરગામ તાલુકામાં પ્રવેશી સવારે વાંસદા થી વઘઇ (ડાંગ) તરફ પ્રયાણ થઇ ત્યાં સુધી જન આક્રોશ યાત્રાને સફળ બનાવનારા નવસારી જિલ્લા કૉંગ્રેસના મહાયોદ્ધા શૈલેષભાઇ પટેલ (પ્રમુખ,નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ) અનંતભાઈ પટેલ (ધારાસભ્ય), શશીનભાઈ પટેલ (પ્રમુખ,ખેરગામ તાલુકા કોંગ્રેસ) વિ. કોંગ્રેસના કાર્યકરો નો અસલમ સાયકલ વાલા અને શશીન પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.