Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં વિશ્વ કેન્સર દિવસે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં વિશ્વ કેન્સર દિવસે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૦૬ ઃ ઙ્કશ્ઁજ્ઞ્દ્દફૂફુ ણુક્ક શ્ઁજ્ઞ્ષ્ઠ્યફૂઙ્ખ થીમ હેઠળ વ્યક્તિગત સારવાર પર ભાર ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ઙ્કશ્ઁજ્ઞ્દ્દફૂફુ ણુક્ક શ્ઁજ્ઞ્ષ્ઠ્યફૂઙ્ખ થીમ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્સર સામેની લડતમાં ઍકતા અને વ્યક્તિગત સારવારના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.  

કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્સર અંગે જનજાગૃતિ વધારવાનો, વહેલી તકે નિદાન કરાવવાની જરૂરિયાત સમજાવવાનો અને સમયસર યોગ્ય સારવાર લેવાના મહત્વને રેખાંકિત કરવાનો હતો. સાથે જ ઍ સંદેશ આપવામાં આવ્યો કે દરેક દર્દીની કેન્સર યાત્રા અલગ હોય છે, છતાં ડૉક્ટરો, પરિવારજનો અને સંભાળ આપનારાઓનો સહકાર તેમને સતત હિંમત અને આશ્રય આપે છે. આ પ્રસંગે આશા અને આરોગ્યનું પ્રતિક માનવામાં આવતા ફૂલોના છોડનું પ્રતીકાત્મક વિતરણ કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિ દર્દીઓના મનોબળને વધારવા તથા હોસ્પિટલની આધુનિક અને સંવેદનશીલ કેન્સર સારવાર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ હતી.

કાર્યક્રમ દરમિયાન ઓન્કોલોજિસ્ટ ડૉ. હની પારેખ હાજર રહ્ના હતાં. તેમણે વ્યક્તિગત કેન્સર સારવારની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું અને કોઈ પણ લક્ષણ જણાય તો વિલંબ કર્યા વગર તબીબી સલાહ લેવાની અપીલ કરી હતી. 

આ પહેલ દ્વારા હોસ્પિટલઍ દર્દી કેન્દ્રિત, સહાનુભૂતિસભર અને ઍકજૂટ કેન્સર સારવાર પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવી શકે ઍવો પ્રયાસ કરાયો હતો.