વલસાડમાં ધોડિયા પટેલ સમાજનો પરિચય મેળો યોજાશે
- byDamanganga Times
- 07 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૬ ઃ વલસાડ–વાપી વિસ્તારના ધોડિયા પટેલ સમાજ દ્વારા સમાજહિતની પ્રશંસનીય પહેલરૂપે રવિવાર તા. ૧૫-૦૨-૨૦૨૬ના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે ભવ્ય પરિચય મેળો તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું સ્થળ ગજરાબેન છગનલાલ પટેલ સાંસ્કૃતિક ધોડિયા સમાજ ભવન, આર.ટી.ઓ. ઓફિસ પહેલા, અટક પારડી, ધરમપુર રોડ, વલસાડ રહેશે. ઉપપ્રમુખ અનિલભાઈ પટેલના જણાવ્યા મુજબ, પરિચય મેળો સમાજના લગ્નોત્સુક યુવક–યુવતીઓને યોગ્ય જીવનસાથી પસંદ કરવાની ઉત્તમ તક પૂરી પાડશે. સ્થળ પર ફરજીયાત રજીસ્ટ્રેશન રહેશે અને ફી રૂ. ૫૦૦ નક્કી કરાઈ છે. ઉમેદવારોને પાસપોર્ટ સાઇઝ ફોટો, ભણતર વિગત, મોબાઇલ નંબર અને કુળની માહિતી સાથે હાજર રહેવું જરૂરી રહેશે.
મેળામાં છુટાછેડા લીધેલા, ત્યક્તા, વિધવા અને વિધુર ઉમેદવારોને પણ સમાન તક આપવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ માટે ભોજન વ્યવસ્થા રહેશે. આ આયોજન સમસ્ત ધોડિયા સમાજ, નવચેતન ધોડિયા સમાજ તથા વાપી ધોડિયા સમાજના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્નાં છે.
