Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉદવાડામાં શિવમહાપુરાણ કથા યોજાશે

ઉદવાડામાં શિવમહાપુરાણ કથા યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૦૬ ઃ સીનિયર સિટિઝન મંડળ ઉદવાડા તેમજ લાયન્સ ક્લબ ઓફ ઉદવાડા અને શિવ કથા સમિતિ ઉદવાડા દ્વારા તા. ૯થી ૧૫ ફેબ્રુઆરી શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાકાર પૂજ્ય ભરતભાઈ વ્યાસના મુખારવિંદે કથાનું શ્રવણ કરવામાં આવેલ છે. પોથીયાત્રા બીપીનભાઈ પટેલ ભગવતી કોલોનીના ઘરેથી નીકળી કથાસ્થળે પહોંચશે. કથાનો સમય દરરોજ બપોરે ૩થી ૬ સુધી રાખવામાં આવેલ છે. જેમાં સહભાગી થવા સૌ ભક્તજનોને સમિતિ તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કથાનું સમાપન તા.૧૫ ફેબ્રુ.ના રોજ કરવામાં આવશે. તે દિવસે કથાનો સમય સવારે ૯થી ૧૨ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.  જેમાં તમામ લોકોને હાજર રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવે છે. કથા સ્થળ ભગવતી કોલોની ઉદવાડા રહશેપોથી યાત્રાનો સમય ૯ ફેબ્રુઆરી બપોરે ૧ઃ૩૦ કલાકે રહેશે.