વલસાડ કોમર્સ કોલેજની રસ્સા ખેîચની બહેનોની ટીમ રાજયકક્ષાઍ ચેમ્પિયન બની
- byDamanganga Times
- 07 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ ગુજરાત રાજ્ય રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગની કચેરી અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત રાજ્યકક્ષાની રસ્સા ખેંચ બહેનોની સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વ્યારા ખાતે યોજાઇ હતી. જેમાં રાજ્યના વિવિધ ચાર ઝોનમાંથી વિજેતા થયેલી કુલ ૮ ટીમોઍ ભાગ લીધો હતો.
વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહેલી શાહ ઍન. ઍચ. કોમર્સ કોલેજ, વલસાડની ઓપન વિભાગની બહેનોઍ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી બધી મેચોમાં ઍક તરફી મેચ જીતી સ્ટેટ ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ પ્રા કર્યો હતો. ખેલાડી બહેનોને કોચિંગ શારીરિક શિક્ષણ અધ્યાપક અને ઍન.સી.સી. ઓફિસર કેપ્ટન ડો. મુકેશભાઈ કે. પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું સાથે જ કોલેજના સિનિયર ખેલાડીઓઍ મેહનત કરી હતી. ઈન્ચાર્જ આચાર્ય પ્રો. વિજયકુમાર ચાંપાનેરી, કોલેજ સત્તા મંડળના હોદ્દેદારો, તમામ ટીચીંગ, નોન ટીચિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા વિજેતા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
