ચણોદની અથર્વ પબ્લિક સ્કુલમાં ૧૪મો વાર્ષિકોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 07 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૬ ઃ ચાણોદ સ્થિત અથર્વ પબ્લિક સ્કૂલ ખાતે તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ શાળાનો ૧૪મો વાર્ષિક ઉત્સવ ભવ્યતા, શિસ્ત અને સાંસ્કૃતિક ગૌરવસભર વાતાવરણમાં ઉજવાયો. આ વર્ષના ઉત્સવની થીમ સંસ્કૃતિથી શક્તિ સુધી – પરંપરાથી પ્રગતિની દિશામાં રાખવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના તથા રામાષ્ટકમથી કરવામાં આવી. વિદ્યાર્થીઓઍ રામાયણ, મહાભારત, રાજે સંભાજી મહારાજ, ગુરુકુલથી ગૂગલ સુધી, વિકસિત ભારત તથા પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પ્રભાવશાળી રજૂઆતો કરીને ભારતની ગૌરવસભર સંસ્કૃતિથી લઈને પ્રગતિશીલ ભવિષ્ય સુધીની યાત્રા જીવંત બનાવી. સાથે સાથે **માનવ બુદ્ધિ અને કૃત્રિમ
બુદ્ધિ (ખ્ત્)**ના સંયોજન દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યુવા પેઢીની ભૂમિકા પણ ઉજાગર કરવામાં આવી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલ તથા વિશેષ મહેમાન તરીકે ડૉ. સ્મિત પટેલ ઉપસ્થિત રહ્ના હતાં. કાર્યક્રમનું ઉદ્ઘાટન શાળાના ટ્રસ્ટી સંજીવ બોર્સે દ્વારા કરવામાં આવ્યું. શાળાની ચેરપર્સન લીના બોર્સેઍ જણાવ્યું કે અથર્વ પબ્લિક સ્કૂલમાં સંસ્કાર, સંસ્કૃતિ અને આધુનિક શિક્ષણના સંકલન દ્વારા જવાબદાર અને નેતૃત્વક્ષમ નાગરિકો ઘડવાનું મુખ્ય ધ્યેય છે. આ વાર્ષિક ઉત્સવની વિશેષતા ઍ રહી કે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું, જેમાં તેમની નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ અને જવાબદારી સ્પષ્ટ રીતે જોવા મળી. અથર્વ પબ્લિક સ્કૂલનો ૧૪મો વાર્ષિક ઉત્સવ માત્ર ઍક સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં પરંતુ મૂલ્યઆધારિત શિક્ષણ અને સર્વાંગી વ્યક્તિત્વ વિકાસનું પ્રભાવશાળી પ્રતિબિંબ બન્યો.
