Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

અમદાવાદમાં અદાણી યુનિવર્સિટી દ્વારા ‘નેશનલ ડ્રોબોટિક્સ કોન્ક્લેવ ૨૦૨૬’ યોજાઈ

અમદાવાદમાં અદાણી યુનિવર્સિટી દ્વારા ‘નેશનલ ડ્રોબોટિક્સ કોન્ક્લેવ ૨૦૨૬’ યોજાઈ


 અદાણી યુનિવર્સિટી દ્વારા તેના અમદાવાદ કેમ્પસ ખાતે ૩૦-૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન રોબોટિક્સ, ડ્રોન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (ખ્ત્) અને ઓટોનોમસ સિસ્ટમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરતા બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાના ટેકનિકલ સંમેલન ‘ડ્રોબોટિક્સ કોન્ક્લેવ ૨૦૨૬’ (ઝ઼શ્વંણુંદ્દજ્ઞ્ણૂસ્ન્ ઘ્ંઁણૂર્શ્રીરુફૂ ૨૦૨૬)નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી ૨૭૯ સહભાગીઓ જોડાયા હતા, જેમાં શિક્ષણવિદો, ઉદ્યોગ વ્યાવસાયિકો, સ્ટાર્ટ-અપ લીડર્સ, સંશોધકો અને વિદ્યાર્થીઓઍ ભવિષ્યની ટેકનોલોજી પર મંથન કર્યું હતું. 

અદાણી ડિફેન્સ ઍન્ડ ઍરોસ્પેસે ટાઇટલ સ્પોન્સર તરીકે આ કોન્ક્લેવને સહયોગ આપ્યો હતો. સાથે જ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ઍન્ડ ટેકનોલોજી (ઞ્શ્થ્ઘ્બ્લ્વ્), ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ ઍન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઍન્જિનિયર્સ (ત્ચ્ચ્ચ્) ગુજરાત સેક્શન ઍન્ડ સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ ઍન્ડ ઇનોવેશન પોલિસી (લ્લ્ત્ભ્) નો પણ મહત્વનો સહયોગ પ્રા થયો હતો. ઉદ્ઘાટન સત્રમાં અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ધવલ પૂજારાઍ મહેમાનોનું સ્વાગત કરતા ઓટોમેશનના યુગમાં અદ્યતન ટેકનોલોજી માટે સજ્જ થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત અદાણી ગ્રુપના ચીફ ટ્રાન્સફોર્મેશન ઓફિસર સુદીા ભટ્ટાચાર્યઍ સંરક્ષણ અને ઉત્પાદન ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીની વ્યૂહાત્મક ભૂમિકા અને યુવા સંશોધકો માટે રહેલી તકો વિશે વાત કરી હતી. ગેસ્ટ ઓફ ઓનર તરીકે ત્ત્વ્ બોમ્બેના ‘ફૂ-ર્ળ્ીઁદ્દર્શ્વી’ પ્રોજેક્ટના સ્થાપક પ્રો. કવિ આર્યાઍ પ્રાયોગિક શિક્ષણ અને ઇજનેરી ક્ષમતા નિર્માણ પર ભાર મૂક્યો હતો.  કોન્ક્લેવના પ્રથમ દિવસે પ્રો. આર્યાના સંચાલન હેઠળ ‘રોબોટિક્સ અને ડ્રોન ક્ષેત્રે ઇનોવેશન અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ’ પર પેનલ ચર્ચા યોજાઈ હતી. જેમાં ઉદ્યોગના પડકારો અને સંશોધનને વ્યાપારી સ્તરે સફળ બનાવવા મંથન કરવામાં આવ્યું હતુ. દિવસના અંતે અદાણી ડિફેન્સ ઍન્ડ ઍરોસ્પેસના નિષ્ણાતો દ્વારા ૧૦ કિલો પેલોડ ક્ષમતા ધરાવતા ડ્રોનનું લાઇવ પ્રદર્શન અને હેન્ડ્સ-ઓન વર્કશોપ યોજાયા હતાં.

 બીજા દિવસે ‘ફિઝિકલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ અને ‘ઈન્ડસ્ટ્રીયલ રોબોટિક્સ’ પર નિષ્ણાતોના વ્યાખ્યાન યોજાયા હતા. ત્યારબાદ યોજાયેલી ‘રોબો રેસ’ અને ‘મેઝ સોલ્વર’ જેવી સ્પર્ધાઓમાં ૩૭ ટીમોઍ ભાગ લીધો હતો, જેમાં વિજેતા ટીમોને કુલ રૂ.૧,૦૦,૦૦૦ ના ઇનામો આપવામાં આવ્યા હતાં. 

સમાપન સત્રમાં ઞ્શ્થ્ઘ્બ્લ્વ્ ના િ-ન્સિપલ સેક્રેટરી ડો. નરોત્તમ સાહુઍ વિદ્યાર્થીઓને દેશના વિકાસમાં ટેકનોલોજીના માધ્યમથી યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા. આ કોન્ક્લેવ દ્વારા અદાણી યુનિવર્સિટીઍ ઉદ્યોગ-સંલગ્ન શિક્ષણ અને મજબૂત સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિકસાવવા પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.